SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૪ [૨] કમણે હિ પ્રધાનત્વ, કિં કુતિ શુભગ્રહા, સાધુ એગ્ય :-વડીલ સાધુ મૃતક પાસે આવી “વાસક્ષેપ” હાથમાં લઈને બેલેન્કેટીગણ, ચાન્દ્રકુલ, વયરી શાખા, આચાર્ય શ્રી ...ઉપાધ્યાય શ્રી...પન્યાસ શ્રી...સ્થવિર શ્રી...મહત્તરા શ્રી...... અમુકના શિષ્ય-શિષ્યા...મહાપારિઠાવણીઓ વોસિરણW કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ૦ એક નવકારનો કાઉસ્સગ્ન, પારી, પ્રગટ નવકાર કહી ત્રણવાર વોસિરે કહેતાં ત્રણવાર વાસક્ષેપ નાખવો. શ્રાવક એગ્ય :-જે રાત્રે મૃતક રાખવાનું હોય તો મૃતકના માથાની નીચે જમીન કે થાંભલે ખીલી મારવી અને નિર્ભય માણસે જાગવું પણ સુવું નહિ. પ્રથમ દાઢી મુખ અને મસ્તકના કેશ કાઢી નખાવે, પછી હાથની છેલ્લી આંગળીના ટેરવાને છેદ કરે, પછી હાથ–પગની આંગળીઓને ધોળા સુતરથી બંધ કરે, પછી કથરોટમાં બેસાડીને કાચા પાણીથી સ્નાન કરાવે, પછી નવાં વસ્ત્રોથી શરીર લુછીને કેસર-સુખડ–બરાસથી વિલેપન કરી નવાં વસ્ત્રો પહેરાવે–પ્રથમ આઘો લઈ લેવો, સાધુને ચલપટ્ટો પહેરાવી કંદોરો બાંધે, કપડાને કેશરથી અવળા પાંચ સાથીઆ કરી ઓઢાડે, બીજાં કપડાંને કેસરના છાંટા નાખવા, નનામી ઉપર ઉતરપટ્ટો પાથરવો, અને તેના વચલા ભાગમાં આટાનો એક અવળે સાથીઓ કર, અને માંડવી હોય તે બેઠકે અવળા સાથીઓ કરવો. - સાધ્વી હોય તો નીચેના વસ્ત્રો સિવાયના ઉપરના ભાગનાં વસ્ત્રોને કેશરના અવળા પાંચ સાથીઆ કરવા, તેમજ સર્વાવસ્ત્રોને કેશરના છાંટા નાખવા. ચાર આંગળ પહોળો પાટો કેડે બાંધ, પછી નાવના આકારે ચૌદ પડને લંગોટ પહેરાવે, નાવના આકારે ન હોય તો ચૌદ પડ કરી લંગોટ પહેરાવે, પછી નાને લેંઘો જાંઘ સુધીનો પહેરાવે, પછી લાંબે લેંઘે પગના કાંડા સુધીનો પહેરાવી કેડે દોરો બાંધીને, એક સાડ ઢીંચણથી નીચે અને પગના કાંડાથી ઉપર સુધીને પહેરાવે, For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy