________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨ [૨] હેપદે બંધમાક્ષાય, અમેતિ ન અમેતિ ચ
(૧૫) ઘુવાર પડે ત્યાં સુધી અસ્વાધ્યાય. (૧૬) ધરતીકંપ થાય તો ૮ પ્રહર અસ્વાધ્યાય.
(૧૭) હોળીપર્વમાં જ્યાં સુધી જ શાન્ત ન થાય ત્યાં સુધી અસ્વાધ્યાય.
(૧૮) કરૂણ રૂદન અને ઝઘડે સંભળાય ત્યાં સુધી અસ્વાધ્યાય(૧૯)પશુવધ થાય ત્યાં સુધી અસ્વાધ્યાય. (૨૦) ઇંડુ ફુટે તો ૩-પ્રહર અસ્વાધ્યાય. (૨૧) બીલાડીએ ઉંદરને માર્યો હોય તો ૮ પ્રહર અસ્વાધ્યાય. (૨૨) યુદ્ધ શાન્ત થયા પછી ૮ પ્રહર અસ્વાધ્યાય.
(૨૩) પુત્ર પુત્રી જન્મે ૧૧ દિવસ સુતક, જુદા જમતા હોય તો બીજાના ઘરના પાણીથી પૂજન થાય.
(૨૪) જેટલા માસને ગર્ભ પડે તેટલા દિવસનું સુતક.
(૫) પ્રસવવાળી સ્ત્રી ૧ માસ દર્શન ન કરે અને ૪૦ દિવસ પૂન ન કરે તથા સાધુને વહેરાવે નહિ, અને ૮ દિવસ અસ્વાધ્યાય.
(૨૬) પશુ જંગલમાં જન્મે તે ૧ દિવસ અને ઘેર જન્મે તો ર–દિવસ સુતક.
(૨૭) ભેસનું ૧પ દિવસ પછી, બકરીનું ૮ દિવસ પછી, અને ગાય–ઉંટડીનું ૧૦ દિવસ પછી દુધ ક૯પે.
(૨૮) જેને ઘેર મરણ થાય ત્યાં જમનારા ૧૨ દિવસ પૂજા ન કરે, અને સાધુ વહોરે નહિ. ગોત્રીયોને ૫ દિવસનું સુતક.
(૨૯) મૃતકને સ્પર્શ કરનાર ૩ દિવસ પૂજા ન કરે, વાચિક સ્વાધ્યાય ૨. દિન ન કરે, ગાત્રીઓને ૫ દિવસનું સુતક, પરસ્પર સ્પર્શ કરનાર-૨ દિવસ પૂજા ન કરે, પરસ્પર પણ ન અડક્યા હોય તો રનન કીધે પૂજન થાય.
(૩૦) જન્મે તે દિવસે મરે અથવા દેશાંતરે મરે તો ૧ દિવસનું સૂતક,
(૩૧) આઠ વર્ષ સુધીનું મરણ પામે તો ૮ દિવસનું સૂતક, ટારનું મૃતક જ્યાં સુધી પડયું હોય ત્યાં સુધી સુતક, પરંતુ ગાયના મરણનું ૧ દિન સુતક.
For Private And Personal Use Only