________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦ [૨] શીતતાપાદિકાનિ, સહતે યાનિ સેવક
માર્ગનો લોપ થઈ જવાના ભયથી અશુદ્ધજ ક્રિયા ચલાવવામાં આવે તે પરંપરાએ સૂત્રાનુસાર ક્રિયાનો લોપ થઈ જાય, માટે વિધિનો આદર કરો અને શક્ય હોય ત્યાં અવિધિને દૂર કરવી.
વળી જ્યાં અશક્ય હોય ત્યાં પણ અવિધિ દૂર કરવાનું લક્ષ રાખવું પરંતુ માર્ગ લોપ થઈ જવાના ખોટા ભયથી અશુદ્ધક્રિયા ચલાવવાની ખોટી હિંમત કરવી નહિ. (અભ્યાસનુષ્ઠાન)
(૧૪૪) જનશાસનમાં કેટલું કર્યું તેની કિંમત ઓછી છે, પરંતુ કેવી રીતે કર્યું તેની કિંમત વધારે છે, આગળ વધતાં કેવી રીતે કર્યું તેની જેટલી કિંમત છે તેના કરતાં સરવાળે કેટલું વધ્યું તેની કિંમત વધારે છે.
(૧૪૫) પોતાની દ્રવ્ય ક્રિયા વખાણવી નહિ, પરંતુ ભાવ કિયા જ વખાણવી, બીજાની દ્રવ્ય ક્રિયા વખોડવી નહિ, પરંતુ અંતરમાં વખાણવી અને તેને આગળ વધારવા ભાવક્રિયા સમજાવવી.
(૧૬) બીજા ધર્મ ન પામે તેને વાંધો નહિ, પરંતુ આપણા નિમિત્તે દેવ-ગુરૂ અને ધર્મની હેલને (નિન્દા) થાય કે બીન લોકો અધર્મ પામે, તેવું વર્તનતો મન-વચન અને કાયાથી નજ કરવું,
–: અવાધ્યાય :– (૧) માનસિક સ્વાધ્યાયનો નિષેધ કોઈપણ જગ્યાએ કર્યો નથી, તેથી અંતરાય–સુવાવડ આદિમાં પણ મનમાં નમસ્કાર મહામંત્રનું સ્મરણ સ્વાધ્યાય અને પ્રભુનું ધ્યાન આદિ કરી શકાય. અનુપ્રેક્ષા તુ ન કદાચનાપિ પ્રતિષિદ્વયતે–ઇતિ, (પ્ર૧૭૦)
(૨) અશુદ્ધિ વચ્ચે રાજમાર્ગ હોય તો સ્વાધ્યાય થઈ શકે.
(૩) દરરોજ સવારે સૂર્યોદય પહેલા અને પછી ૨૪-૨૪મિનિટ, બપોરે મધ્યાહ્ન પહેલા અને પછી ૨૪–૨૪ મિનિટ, સાંજે સૂર્યાસ્ત પહેલા અને પછી ૨૪–૨૪ મિનિટ, અને મધ્ય રાત્રિના પહેલા અને પછી ૨૪-૨૪ મિનિટ અસ્વાધ્યાય.
For Private And Personal Use Only