SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અસમર્થો ગૃહારંભ, સમર્થો ગૃહભંજને [૨] ૧૦૫ (૧૧૭) ખજુરીપત્તમુંજેણ, જે પમજે વિસ્મયં; ને દયા તસ્ય જીવેસુ, સસ્સે જાણાહિ ગાયમા! (ગ૭૦ ૭૬) ભગવાન મહાવીર ગૌતમસ્વામીને કહે છે કે હે ગૌતમ ! જે સાધુ-સાધ્વી મુંજ કે ખજુરીની સાવરણીથી ઉપાશ્રયમાં કાજે લે છે, તે સાધુ-સાધ્વીઓને ઉપર દયા નથી એમ તું જાણ. (૧૧૮) માત્રાની કુંડી પૂજવા ઉનની જ ચરવળી ખાસ જુદી રાખવી, છાંટાની ચરવલી કડક હોવાથી જીવહિંસા થવાનો સંભવ છે. માત્રાની કુંડી દરેકે જુદી રાખવી કારણ કે :–એક જ કુંડી હોય તો વારંવાર વપરાતી કુંડી સુકાતી ન હોવાથી સમુર્ણિમ જીવ ઉત્પન્ન થાય. તેમ જ દરેકે જુદી કુંડી રાખેલી હોય તો પણ વર્ષાદ આદિના ટાઈમમાં કુંડી બે ઘડીમાં સંપૂર્ણ સુકતિ નથી. માટે તેમાં ડી રેતી નાખી હલાવીને પછી જ મુકવી. હવે કુંડી મુકવાની જગ્યા પણ પત્થરવાળી હોય તો ત્યાં ઈટ મુકી અથવા રેતીનો ઢગલો કરી તેના ઉપર કુડી મુકવી, નહિ તો કીનારી ન સુકાવાથી તેમજ પત્થર ઉપર માત્રાનો છાંટા પડ્યો રહેવાથી જીવોની ઉત્પત્તિ થાય. કુંડી નીચે વસ્ત્ર ન મુકવું, કારણ કે :-વસ્ત્રની નીચે જીવો પેસી જાય, અને કુંડી મુકતાં મરી પણ જાય. (૧૧૦) બળખા, શુક, લેમ આદિના માટે ખેળીયું ખાસ રાખવું અને ખાસ ઉપયોગ કરવો, પરંતુ જ્યાં ત્યાં થુકવું નહિ, જે જ્યાં ત્યાં યુકવામાં આવે તો અંતમુદત પછી સમુચ્છિક મનુષ્યો અને બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ અને નાશનો પ્રસંગ આવે, અને મફિખ વગેરે ચાંટીને મરી પણ જાય. (૧૨૦) ૪૮ મિનિટને મુહૂર્ત કહેવાય, અને બે સમયથી માંડીને ૪૮ મિનિટમાં એક સમય ઓછો હોય ત્યાં સુધી તેને અંતર્મુહૂર્ત કહેવાય. For Private And Personal Use Only
SR No.008671
Book TitleSwadhyaya Sagar Sachitra
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy