________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪ [૨] શુચિમુખી દુરાચારી, ભ ભ પંડિત વાદિનિ !; આંગળીઓ પરસ્પર અંતરિત કર્યા વિના સામ–સામી ભેગી કરી લલાટ પાસે અંજલી રાખવી.
સ્ત્રીઓએ સ્તનાદિક અવયવો જેમ પ્રગટ ન દેખાય તેમ મુદ્રા કરવી, એટલા જ માટે સ્ત્રીઓને ઊંચા-લાટ દેશે હાથ લગાડવા કહ્યા નથી.
આ મુદ્રાથી–જાવંતિ, જાવંત અને વીરાયની પહેલી બે ગાથા બોલાય. (૧૧૨) સનાતો આગતે ચરમપોરિસિં જાણિ9ણ આગાઢં;
પડિલેહણમપત્ત નાણુ કઈ સક્ઝાયં (૬૬)
સ્થંડિલથી આવીને ચૂંથો પહોર થઈ ગયે જાણીને પડિલેહણ શરૂ કરે, ચોથા પહોરની વાર હોય તો સ્વાધ્યાય કરે ( નિ.)
(૧૧૩) દાંડી અને દશાઓ મળીને રજોહરણ બત્રીસ આંગળનો જોઈએ. અને મુહપત્તિ એક બાજુ કીનારીવાળી તથા એક વેંત અને ચાર આંગળ સમરસ જોઈએ.
(૧૧૪) કોઈ પણ વસ્તુ લેતાં અને મુક્તાં ચક્ષુથી દેખી ઓ અથવા ચરવળીથી પૂજીને પછી લેવી અને મુકવી.
(૧૧૫) જલ્થ ય ગોયમ પંચણહ, કવિ સૂણા ઇમવિ હજા; ત ગ તિવિહેણું, વોસિરિય વઈજ અન્નત્થ (૧૦૧)
હે ગૌતમ ! ચુલો, ઘંટી, ખંડણી, સાવરણી, અને પાણીયારું આ પાંચ વધસ્થાનમાંથી કઈ પણ એક વધસ્થાન જે ગચ્છમાં હોય તે ગ૭ને ત્રિવિધેન વોસિરાવીને બીજા સુવિહિત ગચ્છમાં સાધુ જાય. (ગા )
(૧૧૬) પંચસૂના ગૃહસ્થસ્ય, ચુલી ષિષ્ણુપર; કંડની વારિભશ્વ, બચતે વાસ્તુ વાહયન (૧)
ગૃહસ્થને ત્યાં (૧) ચુલ (૨) ઘંટી (૩) ખંડણી (૪) સાવરણી (૫) પાણીયારૂ આ. પાંચ વધસ્થાન હોય છે, તેને ચલાવતાં જીવ કર્મથી બંધાય છે.
For Private And Personal Use Only