________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુસ્મર્ઝા પિ સુસજઝં, તવેણુ સંપજજએ કજજ [૨] ૭૯ અને બે માસમાં પણ ચિન્તવન કરવું, પછી માસમણ કરીશ ? શક્તિ નથી–પરિણામ નથી,
એક દિવસ ન્યૂન માસમણું કરીશ ? શક્તિ નથી–પરિણામ નથી. તેવી રીતે એકેક દિવસ વધતાં–૧૭-દિવસ ન્યૂન માસમણ કરીશ ? શકિત નથી–પરિણામ નથી, પછી ૩૪ ભક્ત કરીશ? શક્તિ નથી–પરિણામ નથી, પછી બે બે ભક્ત ઓછા કરતાં ચાર ભક્ત કરીશ? શકિત નથી--પરિણામ નથી, પછી આયંબિલ કરીશ? શક્તિ નથી-પરિણામ નથી, તેવી રીતે નીવિ–એકાસણું–બેસણું–અવઢ– પુરીમટ–સાપરિસિ–પરિસિ કરીશ ? શક્તિ નથી–પરિણામ નથી, છેવટે નવકારસી કરીશ? શક્તિ છે પરિણામ છે, કહી કાઉસગ્ગ પારે.
પોતે પૂર્વે કોઈ વખત પણ જ્યાં સુધી તપ કર્યો ન હોય ત્યાં સુધી શક્તિ નથી એમ ચિન્તવવું અને વધારેમાં વધારે જે તપ કર્યો હોય ત્યાંથી શકિત છે એમ ચિન્તવવું, તથા જ્યાં સુધી તપ કરવો ન હોય ત્યાં સુધી પરિણામ નથી એમ ચિન્તવવું અને જે તપ કરવો હોય ત્યાં પરિણામ છે એમ ચિન્તવીને કાઉસ્સગ પારે.
તપ ચિન્તવવાની ચતુર્ભગી (૧) પૂર્વે જે તપ કરેલ ન હોય અને આજે પણ કરવો ન હોય તો, શક્તિ નથી પરિણામ નથી. (૨) પૂર્વે જે તપ કરેલ ન હોય પરંતુ આજે કરવો હોય તે, શક્તિ નથી–પરિણામ છે (૩) પૂર્વે જે તપ કરેલ હોય પરંતુ આજે કરવો ન હોય તો શક્તિ છે–પરિણામ નથી (૪) પૂર્વે જે તપ કરેલ હોય, અને આજે પણ કરવો હોય તો, શક્તિ છે–પરિણામ છે. (બીજે કે ચોથે ભાંગે કાઉસ્સગ પારે)
(૨૩) સવારના પ્રતિક્રમણમાં પચ્ચકખાણ આવડતું હોય તો કરવું જોઈએ, પણ ધારવું નહિ.
For Private And Personal Use Only