________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિરક્તઃ સર્વકામેભ્યઃ, પારિવ્રાજ્ય સમાશ્રયેત્ [૨] ૭૩ અને દેવ–ગુરૂ–ધર્મની નિન્દા કરી પાપના ભાગી બનશે, તેમાં નિમિત્ત આપણે બનીશું.
(૧૩) પ્રથમ વ્યવહાર બગડે, પછી મન બગડે, પછી કાયા બગડે, પરંતુ વ્યવહાર બગડતો અટકાવીને વ્યવહારશુદ્ધિ રાખવામાં આવે તો મન બગડે નહિ, તથા મન બગડયું હોય તો પણ બગડતું અટકી જાય, અને કાયાથી તો સચોટ બચી જવાય.
(૧૪) વ્યાખ્યાન ચાલતું હોય તો બનતાં સુધી વ્યાખ્યાન વખતે જ વંદન કરવા સાધ્વી ભગવંતોએ જવું, તેમ જ એકાકી જવું નહીં.
(૧૫) સાધુઓએ રસ્તામાં બહેનો અને સાધ્વીઓ સાથે વાત ચીત કરવી નહીં તેમજ પચ્ચખાણ પણ આપવું નહીં, સાધ્વીઓએ રસ્તામાં પુરૂષો અને સાધુઓ સાથે વાતચીત કરવી નહીં તેમ જ પચ્ચખાણ આપવું કે લેવું નહીં.
(૧૬) સાધુઓ સાથે સાધ્વીઓએ અને સાધ્વીઓ સાથે સાધુઓએ વસ્તુઓ લેવા-દેવા તથા વાતો કરવાનો ઉચિત વ્યવહાર રાખો.
(૧૭) સાધુઓએ જ્યારે સાધુઓને કાગળ લખવો હોય ત્યારે તેમાં સાધ્વીઓ તથા શ્રાવિકાઓના સુખશાતાના સમાચાર લખવાની પદ્ધત્તિ રાખવી નહિ.
અને સાધ્વીને કાગળ લખવો હોય ત્યારે તેમાં સાધુઓ અને શ્રાવકોના સુખશાતાના સમાચાર લખવાની પદ્ધત્તિ રાખવી નહિ.
સાવીએએ જ્યારે સાધ્વીઓને કાગળ લખવો હોય ત્યારે તેમાં સાધુઓ તથા શ્રાવકના સુખશાતાના સમાચાર લખવાની પદ્ધત્તિ રાખવી નહિ.
અને સાધુઓને કાગળ લખવો હોય ત્યારે તેમાં સાધ્વીઓ તથા શ્રાવિકાઓના સમાચાર લખવાની પદ્ધત્તિ રાખવી નહિ.
For Private And Personal Use Only