________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨ [૨] બ્રદાચારી ગૃહસ્થ વા, વાનપ્રસ્થોથવા પુન;
(૫) કેઈ વખત લધુ [ સાધુ-સાધ્વી] બલી જાય તો પણ સહન કરતાં શીખી લેવું.
(૬) આગંતુક | મહેમાન ] સાધુ-સાધ્વી સાથે લેવા-દેવાને તથા ભક્તિ અને વંદનને વ્યવહાર ગુની આજ્ઞા પૂર્વક કરવો.
() ઉન્માર્ગે જતા શિષ્યને ગુરૂ અટકાવે અને હિતવચન કહે, ઉન્માર્ગે જતા ગુરૂને શિષ્ય અટકાવે અને હિતવચન એકાન્તમાં વિનયપૂર્વક કહે, તેવી રીતે સાધુ-સાધ્વી–શ્રાવક-શ્રાવિકામાં પરસ્પર જાણવું, જેમકે એક શ્રાવિકા પણ ઉન્માર્ગે જતા ધુરંધર આચાર્યને પણ હિતવચન કહી શકે છે.
(૮) પરસ્પર સંપ રાખવો, અને હળીમળીને રહેવું, સ્વભાવ ચીડીયો રાખવો નહીં, ઈર્ષ્યા અને નિન્દાનો સદંતર ત્યાગ કરવો.
(૯) “ઈચ્છામિ ખમાસમણો વંદિઉં”
હે ક્ષમાશ્રમણ ! હું આપને વંદન કરવાને ઈચ્છું છું, આમાં ખમા” એટલે “મા” રાખવી એ સાધુનું મુખ્ય કર્તવ્ય બતાવ્યું છે,
(૧૦) વૈયાવચ્ચ કરવામાં કાયર ન બનવું, કારણ કે મહાન પુણ્યનો ઉદય હોય તોજ ભક્તિને લાભ મળે, અત્યંતર ભક્તિ તેજ કહેવાય કે જે ગુરૂનું ચિત્ત પ્રસન્ન રાખવું અથવા ગુરૂની આજ્ઞાનું પાલન કરવું.
(૧૧) નવરા બેસી રહેવું નહીં, પરંતુ ભણવું, અર્થ વિચારવા, વાંચવું, સ્વાધ્યાય કરે, જાપ જપ, ધ્યાન કરવું, અગર સેવા–ભક્તિ કરવી.
(૧૨) જ્ઞાનાવરણીયના ઉદયે જ્ઞાન ઓછું હશે તે ચાલશે, શરીરની શક્તિના અભાવે તપશ્ચર્યા ઓછી કરશે તો પણ ચાલશે, બેઠા બેઠા ક્રિયા કરશો તો પણ ચાલશે, પરંતુ “વ્યવહારશુદ્ધિ” પહેલી જોઈશે, કારણ કે એક વખત પણ ફક્ત વ્યવહાર બગાડ્યો તો પણ લોકો સદાયને માટે શંકાની દૃષ્ટિએ જોશે–આંગળી કરશે,
For Private And Personal Use Only