________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦ [૨] પર્વ વા યદિ વાપર્વ, પાચચે કવચિદ્યતિ
(૫) વડીલના વિરહમાં દેવવંદનની જેમ સ્થાપનાજીને દરરોજ ગુરૂવંદન કરવું જોઈએ.
દરેક ક્રિયામાં સ્થાપનાજી પાસે ગુરૂની જેમ જ ગુરૂ માની આદેશ માગવા, અને સાક્ષાત ગુરૂદેવ જ આજ્ઞા આપે છે તેમ સમજવું.
(૬) ગુરૂ અથવા વડીલથી સ્વપક્ષે (પુરૂષથી પુરૂષ અને સ્ત્રીથી સ્ત્રીએ) સાડાત્રણ હાથ અને પરપક્ષે (સ્ત્રીથી પુરૂષ અને પુરૂષથી સ્ત્રીએ) તેર હાથ અવગ્રહ રાખી દૂર રહેવું, પરંતુ જ્યારે જરૂર પડે ત્યારે વડીલની આજ્ઞા મેળવીને અવગ્રહમાં પ્રવેશ કરે. (૭) હીણુસ્સવિસુદ્ધપરૂ-વગસ્સ નાણાહિયસ્સ કાયવં;
જણચિત્તગાહણાત્થ, કરિતિ લિંગાવસેસે વિ શિથિલ આચારવાળો હોય પરંતુ અગાધજ્ઞાની હોય, અને શુદ્ધ દેશના આપતો હોય તે લોક અપવાદ નિવારણ કરવા તેનું વૈયાવચ્ચ, અલ્પજ્ઞાનિ અને ઉગ્ર ક્રિયાવાળાએ કરવું જોઈએ, અન્યથા શાસન હેલના (સાધુઓ ઉપર અભાવ) થાય કે :–આ લોકો ઘર છોડ્યાં પરંતુ પરસ્પર ઈર્ષાવાળા છે. (૩૪૭ ઉમા)
-: સાધુત્વની ભાવના :(૧) સમસ્ત જગત (પત્ દ્રવ્યાત્મક)ને અનાદિ-અનંત તેમ જ ઉત્પાદ–વ્યય-ધ્રુવ સ્વરૂપ જાણીને મધ્યસ્થભાવ ધારણ કરે (૨) સર્વજ્ઞ અને સર્વદશ શ્રી વીતરાગ ભગવંતોએ ભાખેલ હેયઉપાદેય સ્વરૂપી મોક્ષમાર્ગમાં અવિચલિત શ્રદ્ધા ધારણ કરે (૩) શ્રી જિનેશ્વર ભગવંતોએ ભાખેલ શુદ્ધાત્મસ્વરૂપને નત્યસ્વરૂપે યથાર્થ જાણી અનાદિ–અનાત્મકભાવને દૂર કરવા પ્રયત્ન કરે. (૪) નિરંતર પોતાના આત્માની શુદ્ધિનું લક્ષ રાખે (૫) જગતના સમસ્ત છે પ્રત્યે યથાયોગ્ય મૈત્રી-પ્રમોદ-માધ્યસ્થ અને કારણયભાવ રાખે (૬) પાંચ મહાવ્રતોના પાલનમાં સદા ઉત્સાહી ચિત્તવાળો રહે (૭) પાંચ ઈન્દ્રિયોના વિષયોથી વિરામ પામે (૮) સાધુના પ્રધાનભાવ
For Private And Personal Use Only