________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાપસેવેવ વિખેષ, યાત્રિક ભૈશ્યમાહત્ [૨] ૬૯
– વંદન વિચાર :(૧) કોઈ પણ સાધુ-સાધ્વી મહારાજ સામા મળે ત્યારે પ્રથમ નાનાએ પત્થણ વંદામિ કહેવું જોઈએ, જે માથું ન ઝુકે અને અકકડ રહે તો તેણે પંચ પરમેષ્ઠિને કરેલ નમસ્કાર ખે જાણો, અને તેનું તપ–જપ–સંયમ–વિત્ર સર્વ બાહુબલીની માફક આત્મશુદ્ધિમાં નિષ્ફળ બને છે.
કારણ કે :–અભેદ દષ્ટિએ કેઈપણ એક પદની આશાતના કરવાથી પાંચે પરમેષ્ઠિની આશાતના થાય છે, તેવી રીતે કોઈપણ એક પદને નમસ્કાર કરવાથી પાંચે પરમેષ્ઠિને નમસ્કાર થઈ જાય છે.
(૨) દેવવંદનની જેમ દરરોજ ગુરૂવંદન કરવું એ પણ એક આવશ્યક છે.
હે આત્મન ! તેં દેવસંબંધી ઘણી યાત્રા કરી અને ઘણું દહેરાસરોમાં જઈ વીતરાગના દર્શન કર્યા, પરંતુ ગુરૂએ સંબંધી કેટલી યાત્રાઓ કરી ? અને કેટલા ઉપાશ્રયમાં જઈ ગુરૂવંદન કર્યું ?
વિહારમાં વચ્ચે આવતા જિનમંદિરે જઈ તું દર્શન કરવા તલપાપડ થાય છે, પરંતુ એ જ માર્ગમાં વચ્ચે આવતા ઉપાશ્રય જોઈ ગુરૂવંદન કરવા તારૂં રૂવાડું ફરકે છે કે નહિ ? ફરકે તો તારે ભાગ્યોદય સમજજે.
(૩) હે આત્મન ! શિષ્યને સર્વ પ્રકારની સામગ્રી પૂરી પાડવા તું હરખાય છે. પરંતુ ગુરૂની ભક્તિમાં તારી શક્તિનો સદુપયોગ કરતાં તું કેમ ઉદાસીન બને છે ? માટે હવે જાગ્રત થા અને મનને સમજાવી દે કે પહેલા ગુરૂ અને પછી શિષ્ય.
(૪) પાંચ કારણે ગુરૂવંદન થાય નહિ. (૧) ગુરૂ કોઈપણ ધર્મકાર્યના વિચારમાં એકાગ્ર ચિત્તવાળા હોય (૨) સન્મુખ ન હોય (૨) નિદ્રા આદિ પ્રમાદમાં વર્તતા હોય (૪) આહાર કરતા હોય અથવા કરવાના આરંભવાળા હોય અને (૫) સ્પંડિલ જતા હોય ત્યારે ગુરૂવંદન થાય નહિ. (ગુઢ ભાવ)
For Private And Personal Use Only