________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહેવ પ્રાપ્યતે તેન, ફલં શ્રીવંકચૂલવતુ [૨] ૬૭ (૫) આણું ખંડનકારી, જઇ વિ તિકાલ મહાવિભૂઈએ;
પૂએઈ વીયરાયં, સવ્વ પિ નિરWયં તસ્સ (૩૩)
ભગવાનની આજ્ઞાને ખંડન કરનારે સવાર બપોર અને સાંજ ત્રણે ટાઈમ ઘણું ધનનો ખર્ચ કરીને ભગવાનની પૂજા કરે, તો પણ તેને સર્વ નિષ્ફળ થાય છે.
અથવા સરવાળે આજ્ઞાખંડનનું પાપ વધી જતું હોવાથી દુર્ગતિમાં જઈ અનેક પ્રકારે દુઃખ ભોગવે છે. (સં૦) (૬) જિણાણાએ કુણુતાણું, નૂર્ણ નિવ્વાણકારણું;
સુંદર પિ સુબુદ્ધીણું, સવ્વ ભવનિબંધણું (૧)
ભગવાનની આજ્ઞાપૂર્વક જે કંઈ પણ કરવામાં આવે તે મોક્ષનું કારણ બને છે, અને ભગવાનની આજ્ઞા વિના પોતાની બુદ્ધિથી સારામાં સારું કરે તો પણ, તે સર્વ સંસારની વૃદ્ધિ કરનાર જ છે. (૭) પાપ નહિ કોઈ ઉત્સુત્ર ભાષણ જિ, ધર્મ નહિ
કઈ જગ સૂત્ર સરિખે; સૂત્ર અનુસાર જે ભાવિક કિરિયા કરે, તેહનો શુક્રચારિત્ર પરખ (૬) ધાર
અધ્યાત્મજ્ઞાની આનંદઘનજી મહારાજ સાહેબ શ્રી અનંતનાથ ભગવાનની સ્તુતિ કરતાં સાફ સાફ શબ્દોમાં જણાવ્યું છે કે :આજ્ઞાવિરૂદ્ધ જે કંઇ બોલવું, તે મોટામાં મોટું પાપ છે. અને શાસ્ત્રને અનુસારે જે કંઈ કરવું, તે મોટામાં મોટો ધર્મ છે.
માટે શાસ્ત્રને અનુસારે જે આત્માઓ ક્રિયા કરે છે તેમનું જ શુદ્ધચારિત્ર છે એમ જાણવું. (૮) વચન નિરપેક્ષ વ્યવહાર જુઠે કહ્યો, વચન સાપેક્ષ
વ્યવહાર સાચો; વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફળ, સાંભળી આદરી કાંઈ રાચો...ધાર .
તે જ મહાપુરૂષ થી ગાથામાં જણાવે છે કે :- પ્રભુની આજ્ઞાને ઠક્કરે મારીને જે કંઈ વ્યવહાર કરે તે સર્વ જૂઠે વ્યવહાર છે.
For Private And Personal Use Only