________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકસ્મિન્નથે સંદિગ્ધ, પ્રત્યયે હૈંતિ હિ નષ્ટ; પ્રમાણ ભૂમિમાંથી કાંટા, કાંકરા વગેરેને દૂર કરી ભૂમિને શુદ્ધ તથા સરખી કરે છે. ત્યારપછી તે ભૂમિ ઉપર મેઘકુમારદેવે તે ભૂમિની રજને શાન્ત કરવા સુગંધીજલની વૃષ્ટિ કરે છે. ત્યારપછી વ્યંતરદેવ સુવર્ણ, રત્નો અને મણિઓની શિલાઓ વડે પૃથ્વીતલને જડે છે અને પાંચવર્ણવાળા વિકસ્વર સુગંધીવાળા પુષ્પની જાનુ એટલે ઘૂંટણ પ્રમાણુ વૃષ્ટિ કરે છે, ત્યારપછી ભવનપતિદેવે મધ્યમાં મણિપીઠ કરી તેની ચારે બાજુ સુવર્ણમય કાંગરાવાળા રૌધ્યમય પ્રથમ ગઢની રચના કરે છે. તેની ચારે દિશામાં દશ દશ હજાર પગથિયાં હોય છે. ત્યારપછી તિષી પ્રથમગઢની અંદર રત્નમય કાંગરાવાળા સુવર્ણમય બીજા ગઢની રચના કરે છે. તેની ચારે દિશામાં પાંચ પાંચ હજાર પગથિયાં હોય છે. ત્યારપછી વૈમાનિદેવ બીજ ગઢની અંદર માણિકયમય કાંગરાવાળા રત્નમય ત્રીજાગઢની રચના કરે છે. તેની ચારે દિશામાં પાંચ પાંચ હજાર પગથિયાં હોય છે.
તે દરેક ગઢને ચાર ચાર મનહર દરવાજા છે. દરેક દરવાજામાં મરકતામણિમય પત્રોનાં સુંદર તેરણે શોભી રહ્યાં છે, તેરણાની બન્ને તરફ મુખ ઉપર કમળવાળા શ્રેણીબંધ કુંભ દીપી રહ્યા છે. દરેક દરવાજાની પાસે સુવર્ણમય કમળાથી શેભતી સ્વચ્છ અને સ્વાદુજલથી પરિપૂર્ણ એકેક મનહર વાવડી ભી રહી છે. દ્વારે દ્વારે ધૂપ પાત્રો મઘમઘી રહ્યાં છે. દ્વારે દ્વારે દ્વારપાળેની ફરજો બજાવતા બે બે દેવ (બીજા ગઢના દ્વારે દેવીઓ) ઉભા છે દરેક દ્વાર ઉપર અદ્ભુતકાન્તિના સમૂહવાળું સ્ફટિકરનનું એકેક ધર્મચક સુવર્ણકમળમાં રાખેલ છે.
બીજા ગઢની મધ્યમાં ઈશાન ખૂણામાં પ્રભુને બેસવા માટે દેવછંદાની રચના દેવેએ કરી છે. ત્રીજા ગઢની મધ્યમાં વ્યંતર દેવોએ પ્રભુના શરીરથી બાર ગણા ઊંચા ચૈત્ય (અશેક) વૃક્ષની રચના કરી છે. તે ચૈત્યવૃક્ષની નીચે પ્રભુજીને બેસવા
For Private And Personal Use Only