________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિથ્યા ચ દર્શનં તત્, સ ચાદિહેતુભગતીનામ ૮૧ માટે પાદપીઠ સાહત રત્નનું સિંહાસન, બે બે ચારધારીએ અને છત્રાના ત્રિકની રચના ચારે દિશામાં વ્યંતર દેવાએ કરી છે.
જઘન્યથી કટાકોટી દેવાથી પરિવરેલા અને દેવ સંચારિત સહસ્ત્રપત્રવાળા સુવર્ણમય નવ કમળો ઉપર અનુક્રમે ચરણકમળને સ્થાપન કરતા પરમતારક પરમાત્મા પૂર્વ દિશાના દ્વારથી પ્રવેશ કરીને ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરીને “ણુ તિથલ્સ” એમ બેલી ચતુર્વિધ સંઘને નમસ્કાર કરીને, પાદપીઠ ઉપર ચરણ સ્થાપી પૂર્વાભિમુખ સિંહાસન ઉપર બેસે છે. તે વખતે વ્યંતર દેવે બાકીની ત્રણ દિશાઓમાં પ્રભુનાં બિંબ વિકુવીને સ્થાપન કરે છે. સ્વામીના પ્રભાવથી તે પ્રતિબિંબ પ્રભુના રૂપ જેવાંજ દેખાય છે. પ્રભુના મસ્તકની પાછળ ફરતું શરીરની કાન્તિનું મંડળ (ભામંડળ) પોતાના પ્રભાવથી પ્રગટ થયેલું હોય છે કે જેની આગળ સૂર્યનું મંડળ પણ ઝાંખું દેખાય છે, તે ભામંડળ હાવાથી પ્રભુના સન્મુખ સુખરૂપ જોઈ શકાય છે.
તે વખતે ચારે દિશામાં હજાર જન ઊચ એકેક ઈન્દ્રધ્વજ અને આકાશમાં દુંદુભિનાદ પ્રગટે છે.
ત્યારપછી સાધુ, સાધ્વી અને વૈમાનિક દેવીઓ પૂર્વ દિશાના દ્વારથી પ્રવેશ કરીને પ્રભુને ત્રણ પ્રદક્ષિણ પૂર્વક નમસ્કાર કરી અગ્નિખૂણામાં બેસે છે એટલે કે સાધુએ સૌથી આગળ ઉલ્કક આસને બેસે છે. તેમની પાછળ વૈમાનિક દેવીએ અને પછી સાધ્વીઓ ઊભી રહે છે. ભવનપતિ, જ્યોતિષી અને વ્યંતર દે, દક્ષિણ દિશાના દ્વારથી પ્રવેશ કરી પ્રભુને પ્રદક્ષિણપૂર્વક નમસ્કાર કરી અનુકમે મૈત્ય ખૂણામાં બેસે છે. ભવનપતિ, તિષી અને વ્યંતરની દેવીઓ પશ્ચિમ દિશાના દ્વારથી પ્રવેશ કરી પ્રભુને પ્રદક્ષિણું પૂર્વક નમસ્કાર કરી વાયવ્ય ખુણુમાં બેસે છે. ઈન્દ્રસહિત વૈમાનિક દેવ તથા મનુષ્યપુરુ અને સ્ત્રીઓ ઉત્તરદિશાના દ્વારથી પ્રવેશ કરી પ્રભુને પ્રદક્ષિણે પૂર્વક નમસ્કાર કરી ઈશાન ખૂણામાં બેસે છે.
For Private And Personal Use Only