________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૦
સુરસુંદરીચરિત્ર.
સુંદરીની દાસીને અપહાર કરીને હેને બહુ દૂરદેશમાં તે મૂકી આવ્યો. અને તેણીનું સ્વરૂપ કરી તેણીના સ્થાનમાં તે રહ્યો. પછી તે દુષ્ટ હંમેશાં રાજાને મારવાના ઉપાયો ચિંતવવા લાગ્યો. રાજાને કૃષ્ણ સર્પે દંશ કર્યો ત્યારથી આરંભીને તે પિતાની આંગળીએથી દીવ્ય મુદ્રિકાને ખસેડતો નથી. માત્ર મિથુનાદિકના સમયે હેને ત્યાગ કરે છે. બાદ એકદિવસ રાજા જનકરીને વિદ્યાર અને કંચુકી સહિત દેવીના
સ્થાનમાં ગયે. ત્યાં તે દુષ્ટ દાસીએ હેને જે. અંગરક્ષકોને બહાર મૂકી દેવીસહિત રાજા દેવીના રત્નમય વાસગૃહમાં ગયો અને હેનાં દ્વાર બંધ કરી દીધાં. ક્ષણમાત્ર પરિહાસાદિક ગોષ્ઠી કરીને રાજાએ મિથુનક્રિયાના આરંભ સમયે દેવીના ડાભડામાં પિતાની મુદ્રિકા મૂકી દીધી. પછી મૈિથુનને પ્રારંભ કર્યો એટલે
એકદમ ખડગ ખેંચીને દાસીના વેષવડે રહેલ તે પુત્રરૂપી કૃતાંત (યમ) ત્યાં ગયે. જનનીના સંગમાં આસક્ત થયેલા પોતાના પિતાને મારવામાટે પુત્ર તૈયારથ. હા? હા? મહાકષ્ટ, આવા અકાર્યને ધિક્કાર છે. વળી આ સંસારવાસને પણ ધિક્કાર છે? પોતાના પુત્ર જાણતો છતો પણ કષને લીધે માતાસહિત પિતાને મારવા તૈયાર થયા છે. આ એક આશ્ચર્ય છે કે, જે કંપથી દુરંત
એ આ દોષ ઉત્પન્ન થાય છે. વળી રાગથી કષ થાય છે. શ્રેષથી વિરનો સંબંધ થાય છે. વૈરથી પ્રાણુઓના ઘાત થાય છે. પ્રાણુંઓના ઘાતથી ગુરૂ એવા પાપકર્મોને બંધ થાય છે અને પાપકર્મથી ભારે થયેલા પ્રાણીઓ તિર્યંચ તેમજ નરકના દારૂણ દુઃખમાં પડે છે. વળી દુઃખથી પીડાયેલા તેઓ પાપકર્મ કરીને પુન: સંસારભ્રમણ કરે છે. નરકમાંથી નીકળીને તિર્યંચમાં અને તિર્યચમાંથી પુન: નરકમાં ગમન કરતા જીવ સેંકડે દુઃખોથી ભરેલા
For Private And Personal Use Only