________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદગત પોપટભાઈ સં. ૧૯૪૩ ના વૈશાખ વદ ૪ સોમવારે સદ્દગત પિટબાઈને જન્મ ઓસવાળ જ્ઞાતીય રાજનગરના પ્રખ્યાત ધર્મવીર ઝવેરી છોટાલાલ લલુભાઈની ધર્મપત્ની મોતીબાઈની કુક્ષિએ થયો હતો. છોટાભાઈ સંઘવી આ કાળમાં આનંદ કામદેવાદિક પરમ શ્રાવકોની ઝાંખી કરાવનાર ચુસ્ત શ્રાવક તરીકે જાણીતા હતા. જેનો નાયક ધમીં તેનું કુટુંબ પણ ધર્મો અને ત્યાં સંસ્કારો પડે તે પણ ધર્મના જ. છોટાભાઈ જવેરીના ઘરમાં ભાગ્યે જ કોઈ સમજતું બાલક એવું હશે કે જેમથી વંચિત હશે. સામાયિક, દેવપૂજ, ગુરૂસેવા. જિનવચનશ્રવણ ખાસ કારણ સિવાય ભાગ્યે જ ગુમાવતા. પોપટએન પણ એવાં ધમાં કુટુંબમાં જન્મેલાં અને ઉછરેલાં હોવાથી એવા ઉત્તમ સંસ્કારોથી વાસિત બન્યાં હોય એમાં શી નવાઈ ? તેમના વડીલ આજ્ઞાપરાયણ શાંત સરળ અને સહિષ્ણુતાવાળા સ્વભાવથી નાનપણથી જ પિતૃકુળમાં તેઓ વલ્લભ થઈ પડ્યાં હતાં. ચાર બેન અને બે ભાઈઓમાં પોતે સૌથી વડીલ હોવાથી વડીલને છાજતા ગુણવડે બંધુ ભગીનીએ તેમનું સારૂ માન સાચવવાં. ધર્મમાં સારે પ્રેમ હતો અને વડીલોની સુનજરથી ધાર્મિક જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું હતું. ધમ કુટુંબના સંસ્કાર વડે જ્ઞાન કદાચ ઓછું હોય પણ અધર્મ તો ન જ થાય એવી દરેક સાવચેતી તેમનામાં હોય એ સ્વાભાવિક છે. ધમી ભાઈ બહેનને તથા સાધુ સાધ્વીઓને દેખી તેમનો પ્રેમ, પૂજ્યભાવ ઉભરાઈ આવતો અને બની શક્તી સેવા કરવામાં પાછી પાની ન કરતાં.
લગભગ પંદર વર્ષની વયે તેમનાં લગ્ન થયાં હતાં. શ્વસુર પક્ષમાં પરણ્યા પછી થોડા વખતમાં જ સાસુ સ્વર્ગગત થયેલ હોવાથી આખા કુટુંબને ભાર તેમના શીર પર આવી પડ્યા હતા, ત્યાં પણ
For Private And Personal Use Only