________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૨
સુરસુંદરીચરિત્ર.
અને રાજપુરૂષોને આજ્ઞા કરી કે, રાજસામયાનીતૈિયારી. કુમારનું સામૈયું કરવાનું છે, માટે જલદી
તૈયારી કરાવે. અધિકારી લોકોની પ્રેરણાથી એકદમ ઉત્તમ પ્રકારનાં ગીતગાનની સાથે વિવિધ પ્રકારનાં વાછત્રો વાગવા લાગ્યાં, નૃત્યમાં કુશળ એવી અનેકવારાંગનાઓ નૃત્ય કરવા લાગી, નટવિટાદિક કસુકિના વગોએ નાના પ્રકારનાં કેતુકેનેપ્રારંભ. એમ અનેક પ્રકારના આડંબરવડે નગરની અંદર મહાન કલાહલને પ્રગટ કરતો અને ચતુરંગ બલસહિત શ્રીઅમરકેતુરાજા ગજેંદ્ર ઉપર બેસી પુત્રના સ્વાગત માટે સર્વ પ્રકારના વૈભવ સાથે નગરમાંથી નીકળે. સર્વલેકેસહિત રાજા નગરની બહાર આવે તેટલામાં ત્યાં આકાશમાર્ગે આવતું ધ્વજ છત્રાદિકનાં ચિન્હો જેમાં અનેક પ્રકારનાં રહેલાં છે અને નાનાપ્રકારનાં વાહનેછે જેમાં એવું વિદ્યાધરનું સૈન્યપણુદેખાવા લાગ્યું. તે સૈન્યના મધ્યભાગમાં રહેલા અનેક પ્રકારનામણિરત્નોથી વિભૂષિત અને વિચિત્રવર્ણ તથારૂપાદિકથી મનહર એવા કુમારના વિમાન આગળ અનેક વિદ્યાધરોના સમુદાય ધેડતા હતા. બાદ મકરકેતુવિદ્યાધરેંદ્ર પોતાનાપિતાને આગળ આ
વતા જોઈને એકદમ આકાશમાંથી નીચે પિતાપુત્રને ઉતરી પિતાના ચરણોમાં પડ્યો. પછી સમાગમ. શ્રીઅમરકેતુ રાજા સ્નેહપૂર્વક પુત્રને
આલિંગન દઈ આનંદના અશ્રુજળને વરસાવતે છતે મસ્તકને ચુંબનકરવા લાગ્યા. બાદસર્વસહચારી વર્ગની સાથે સંભાષણકરી ઉત્તમવિદ્યાધરને યથાયોગ્યસત્કાર કર્યો. પછી પોતાના પિતા સાથે કુમારે નગરમાં પ્રવેશ,તેસમયે સેંકડો માગધ લેકે સ્તુતિઓ કરતાહતા. તેમજ અનેક
For Private And Personal Use Only