________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
A
n
spoon
stories
શુદ્ધસ્વરૂપશ્રીસદ્દગુરૂદેવના ચરણે સમર્પણ.
હે દયાળુગુરૂદેવ ! નિર્મલસ્વરૂપ ધારક! ભક્તજનવત્સલ! જન્મ, જરા, આધિ, વ્યાધિ અને મરણરૂપીઅબ્રઘટાને વિખેરવામાં વાયુ સમાન ! પૂર્ણ કૃપા ! અનંત વિજ્ઞાનબસેરાશિ ! સમગ્રદુઃખવિનાશક ! આગમ અને નિગમરૂપી વૃક્ષના સમુત્પાદક ! આત્મિકધર્મરૂપી તરૂવરના ફલબૂલ આખલાભદાયક ! પુરૂષોત્તમ ! પરમાત્મદેવ ! પૂર્ણ સ્વરૂપ! દયાસાગર ! દાનમહાકર આપને નિરંતર વિજય વત્તા. હે વ્હાલા વિભુ ! જે વિષયવિષના ત્યાગી બનેલા છે. તેમની ઉપર આપ બહુ દયાળુ છે. હું મારા પ્રભુ ! આપ અવશેષ કર્મને ઉદયભાવરૂપે વેદતાં નાના પ્રકારનાં કાળક્રીડાના હેતુરૂપ હોવા છતાં કાળથી અતીત અને સંપૂર્ણ છે. વિજ્ઞાનઘન ! આપ અચળ છે, ભક્તોના ચિત્તની ચંચળતાને સંહાર કરનારા અને જગતનો વસ્તુસ્વરૂપે જ્ઞાનબળથી પ્રકાશ કરી તેમાં નિરંતર જ્ઞાનોપગે રમી રહેલા એવા હે ગુરૂદેવ ! આપને જય જયકાર થાઓ. હે નિષ્કલંક ! આત્માનંદની પૂર્ણર્તિદાયક ! સર્વદા સમગ્રપાપના પ્રલયકારક ! સગુણ પ્રકાશક ! હે સ્વયંપ્રકાશ! ધર્મધ્વજના મુખ્યકારણ! જગદ્ર વ્યક્તિ રૂપ મેઘને ધારણ કરવામાં આકાશ સમાન ! વર્તમાનતીર્થોત્પત્તિના મૂળસ્તંભ ! સાંસારિક સમગ્રદુઃખોના ઉપશામક ! અજ્ઞાનરૂપી જંગલને નિમ્ કરવામાં હસ્તી સમાન ! અમદમાદિકના પ્રભાવવડે કામમદના નિવર્તક : કામરૂપી સપનો ગર્વ ઉતારવામાં તાર્યસમાન! ભાવિક ભકતોના હૃદયમંદિરમાં દીપ સમાન! સંસારરૂપી ગ્રીષ્મના તાપને શાંત કરવામાં મેઘ સમાન ! હે ગુરૂદેવ ! આપ અદ્વૈત સ્વરૂપમાં રહેલા છે. વળી તે પ્રવચનસ્વરૂપપ્રબોધક ! આપના ગુણો અનંત હોવાથી હું તેમને સ્તુતિ ગોચર કરવાને અક્ષમ છું છતાં આ ગ્રંથ પુષ્પને આપની સેવામાં હું સમર્પણ કરું છું. ૩૪ શાંતિઃ રૂ
views opposition online test : sari
--15: non
pronunciation
o
line on on
For Private And Personal Use Only