________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-૨૮૪
સુરસુંદરીચરિત્ર. હતો તેટલામાં ત્યાં આવેલા હાથીએ કમલિનીને મૂળમાંથી અપ હાર કર્યો. આ બહુ ખેદની વાત છેકે; કયાં કમળ? ક્યાં ભ્રમર? અને કયાં હસ્તીનું આગમન? આઉપરથી સારમાત્ર એ લેવાને છે કે જે તેભ્રમર ધ્રાણેદ્રિયમાં આટલે બધે લુબ્ધ નહોતો આવી સ્થિતિમાં આવી પડત નહીં. તેમજ સમગ્રદિશાઓમાં પ્રકાશ આપતી દીપશિખાને જોઈ પતંગીયા પણ પોતાના ચક્ષુદોષવડે તેને ગ્રહણ કરવાની બુદ્ધિથી તેની અંદર પડીને મરણ પામે છે. સંગીત આદિકના શબ્દસાંભળીને મૃગલો કાનની ટીસીએચઢાવી સાવધાનપણે બહુસ્થિરથાયછે. એટલે જ્યારે બરોબર પોતાનો લાગ આવે છે ત્યારે તે વ્યાધ પોતાના બાણવડે તે મૃગલાના પ્રાણ લઈલે છે. આ કેવલ શ્રવણેદ્રિનો દોષ છે. એસ પૂર્વોક્તપ્રાણુઓ એકેકઈદ્રિયના વશ થઈ મરણ દશાને પામે છે તો વળી પાંચેઈદ્રિયોને સ્વાધીન થઈ વિષયોમાં આસક્ત થયેલા પ્રાણીઓની શી ગતિથવાની? માટે હેભદ્ર? પાંચેઈદ્રિયોને વશ થયેલે તું વિષયસુખસેવીને ધર્મથી વિમુખ થઈ ઘોર એવા નરકસ્થાનમાં મા ગમન કર? માટે હે મહાનુ-ભાવ? વિષયસુખને ત્યાગકરી હવે તું ધર્મકાર્યમાં બુદ્ધિરાખ. હે સુંદર? અતિ દુર્લભ એવા આમનુષ્યજન્મને તું ફલકર? મનુષ્યભવની સફલતા ધર્મકર્મથી થાય છે. જેમકે, इतं मुष्टिभिराकाशं, तुषाणां खण्डनं कृतम् । यन्मया प्राप्य मानुष्यं, सदर्थ नादरः कृतः ॥१॥
અર્થ–“સાંસારિક સુખમાં ફસાયેલે ભવ્યાત્મા છેવટે આત્મભાન થતાં બહુપશ્ચાત્તાપમાં પડી કહે છે કે, અમૂલ્ય એ આમનુષ્યભવપામીને મહે આદ્ધારમાટે સદ્ધર્મમાં પ્રીતિ કરીનહીં અને અનાત્મધર્મમાં રાચીમાચીને જે સુખ ભોગવ્યું તે
For Private And Personal Use Only