________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૦
સુરસુંદરીચરિત્ર. અર્થ–“ઉદ્યોગ કરવાથી કોઈપણ દિવસ દરિદ્રપણું આવતું નથી, તેમજ તત્ત્વવિદ્યાનું અધ્યયન કરવાથી પાપ થતું નથી, માનવ્રત ધારણ કરવાથી કેઈપણ સમયે કલેશને સંભવ રહેતો નથી, અને હમેશાં જાગ્રત રહેવાથી કઈ પ્રકારને ભય રહેતો નથી. આ ઉપરથી અહીં સાર લેવાને એટલો જ છે કે, જવલનપ્રભરાજા હમેશાં પિતાના ધર્મમાં જાગ્રત, ઉદ્યમી અને સદ્વિદ્યાને ઉપાસક હોવાથી દરિદ્રતાને દૂર કરીને પુન: રાજ્યભક્તાથ. અને તેણે પિતાનું તે નગર પણ પિતાને
સ્વાધીનકર્યું છે. તેમજ તે નગરવાસી લેકેનું તે રાજાએ બહુ સન્માનર્યું છે. માટે હે સુંદરી ? હું ત્યાં જઈને હારા પિતાને ત્યાં બેલાવરાવીશ. જવલપ્રભારાજાપણ બહુ આદરપૂર્વક સન્માન કરશે. અને ત્યાં આગળ માતાપિતાની આજ્ઞાવડે હું હારી સાથે લગ્ન કરીશ. એમ કરવાથી હે મૃગાક્ષી ? આપણું સર્વકાર્ય લોકમાં બહુ વખાણવા લાયક થશે. કદાચિત્ આપણે એથી વિપરીત આચરણ કરીએ તો આપણાં અને કુલ મલીન થાય. ત્યારબાદ તેણીએ કહ્યું કે; જેમ આપ આજ્ઞા કરશે.
તેવી રીતે વર્તવાને હું તૈયાર છું. પરંતુ પ્રિયંગુમ હે પ્રિયતમ? આપ એક હારી વિનતિ
સાંભળે. હે નાથ ! આપના વિરહને
લીધે મ્હારા જીવિતનેપણ સંદેહ હતું, છતાં મહામુશીબતે આજે આપનું દર્શન થયુ છે. જેથી હાલમાં આપને મૂકીને કેઈપણ પ્રકારે એકલી જવા માટે હું સમર્થ નથી. જ્યાં સુધી આપ હારી દષ્ટિગોચર રહ્યા છે, ત્યાંસુધી જ આ હારું જીવિત રહ્યું છે. ક્ષણમાત્રપણ આપના દર્શનથી
For Private And Personal Use Only