________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૬
સુરસુંદરીચરિત્ર. કે, શ્રીગધવાહનરાજાએ બહુ માનપૂર્વક નાવાહન રાજાને માટે આજે કનકમાલાની માગણી કરી છે. હે ભદ્ર? મહેંપણ બહુ આનંદપૂર્વક હેને આ કન્યા આપવી એમ કબુલ કર્યું છે. તેમજ આવતી પાંચમે તેણીનું લગ્ન રાખ્યું છે. માટે પોતાના બંધુજન સહિત મહારે તે લગ્નપ્રસંગે જરૂર આવવું. તે સાંભળી અશનિવેગબેલ્ય. રાજન્ ?મ્હારે પોતેજ તહારે ત્યાં વિના આમંત્રણે પણ આવવું જોઇએ. પરંતુ હાલમાં આપના કહેવાથી તો વિશેષે કરીને આવવું જોઈએ. તથાપિ હાલમાં અસ્ફારાથી આવી શકાય તેમ નથી. એવું એક કારણ બન્યું છે કે, અહારા કનકપ્રભરાજાની બહુ દુર્દશા થઈ પડી છે. એકતે તેની દરેક વિદ્યાઓને લેપ થયેલ છે, બીજુ રાજ્યને નાશથયો છે તેમજ પિતાની રાજધાનીને પણ ત્યાગ થયેલ છે. તેથી તે અભ્યારે સ્વામી મહાકષ્ટમાં આવપડયો છે. તે અસ્ફારાથી ત્યાં કેવી રીતે આવી શકાય? વળી કદાચિત આવા વિવાહપ્રસંગે હું ત્યાં આવું તે મહારા અવિનયમાં કંઈ પણ બાકી રહે નહીં; અને અવિનીત ભૂત્યને જોઈ રાજાઓને બહુ ત્રાસ થાય છે. અન્યત્ર પણ કહ્યું છે કે;अविनीतो भृत्यजनो-नृपतिरदाता शठानि मित्राणि । अविनयवती च भार्या, मस्तकशूलानि चत्वारि ॥१॥
અર્થ–“આ જગતમાં વિનયરહિત અપકારકરવામાં તપર એવા ભૂત્યલોક, તેમજ મિષ્ટવાણુ વડે કાઈપણ સમયે દાન આપવામાં અદક્ષ એવા રાજા, શઠબુદ્ધિવાળા મિત્રો, અને વિનયરહિત સ્ત્રી; એ ચારેજણ મસ્તકને ફૂલસમાન દુ:ખ દાયકથઇપડે છે.” માટે હેરાજન? આવી સ્થિતિમાં મહારે ત્યાં
For Private And Personal Use Only