________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨,
સુરસુંદરીચરિત્ર.
ધિર્યશીલ એવા તે મંત્રીએ પ્રભજન રાજાની સાથે સુગુરૂના ચરણ કમલમાં દીક્ષા ગ્રહણ કરી. તેમજ તેઓ બંને જણ ગુરૂભક્તિમાં લીન થઈ નિરવદ્યચારિત્ર પાલવા લાગ્યા. તે મંત્રીપદ ધારણ કર્યા બાદ અશનિવેગવિદ્યાધર પિતા
ની પ્રાણવલ્લભાચંપકમાલાની સાથે અશનિવેગ. ગૃહસ્થાશ્રમના ફલરૂપ વિષયસુખને.
અનુભવ કરવા લાગ્યા. કેટલાક સમય વ્યતીત થતાં તે ચંપકમાલાને પાંચ પુત્ર ઉત્પન્ન થયા. હે પ્રિયતમ? તેમના નામ અનુક્રમે આપ શ્રવણ કરે. પ્રથમ વગતિ, બીજે વાયુગતિ, ત્રીજે ચંદ્ર, ચોથે ચંદન અને પાંચમે સુશિખ, વળી તે પાંચ પુત્રની ઉપર હું એક પુત્રી થઈ. જેથી હારા પિતાને ઘણોજ આનંદ થયો. ત્યારબાદ, બહુ પ્રીતિને લીધે હારા પિતાએ હર્ષપૂર્વક પુત્રના મહેત્સવથી પણ બહુ ભારે મહોત્સવ મ્હારા જન્મસમયે કરાબે. જન્મકાલથી બારદિવસ થયા ત્યારે પ્રિયંગુમંજરી એવું હારું નામ પાડયું. અનુક્રમે બાલચંદ્રની માફક શરી રના અવયની સાથે હું વૃદ્ધિ પામવા લાગી. મહારાં માતા પિતા મ્હને જોઈ બહુજ આનંદ માનવા લાગ્યાં. હમેશાં હારા લાલનપાલનમાં પાંચ ધાવમાતાઓ રેકાયેલી હતી. એમ કરતાં હું કુમારી ભાવને પ્રાપ્ત થઈ એટલે સર્વ પરિજન વગેને હું બહુજ પ્રીતિપાત્ર થઈ પડી. અનુક્રમે યુવતિજનને લાયક એવી નૃત્યાદિક સર્વ કલાઓ સારી રીતે હેં ગ્રહણ કરી. બાદ હું નવીનવનને શોભાવવા લાગી. ગાઢ સ્નેહવાળી સખીઓની સાથે વિવિધ કીડાઓ તેમજ ઉત્તમ ચિત્ર, પત્ર, છે, નર્તન, ગાંધર્વ વિદ્યા અને વીણાવાદનવડે હું કીડા કરવા
For Private And Personal Use Only