________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર્યોનું જીવનવૃત્તાંત આદર્શભૂત ગણાય છે. હવે આ સૃષ્ટિનો સર્વ ક્રમ શાસ્ત્રસિદ્ધાન્ત ઉપર રહેલો છે. જેમના ઉત્પાદક આપણું પૂર્વાચાર્યો મહા જ્ઞાનધારક હતા અને હાલમાં પણ પિતાની કૃતિદ્વારા તેઓ અમરજ ગણાય છે. વળી તે શાસ્ત્રસિદ્ધાંત કે સુત્રચરિત્ર વિગેરે ઘણું ગ્રંથો પ્રાકૃત (માગધી) ભાષામાં રચાયેલા છે. જેથી જ ખૂઠીપ ભરતક્ષેત્ર કિવા આર્યાવર્ત એવા નામથી જૈન તથા બૌદ્ધોના સિદ્ધાંતોમાં પ્રતિપાદન કરેલા, તેમજ સર્વત્ર પ્રસિદ્ધથયેલા આ ભારતવર્ષની પ્રાચીન ભાષાઓમાં પ્રાકૃત ભાષાપણ એક ક્યાતી ધરાવે છે. એ વાત પ્રમાણસિદ્ધ છે અને તે હકીકત ઈતિહાસશાસ્ત્રમાં કુશલ એવા સર્વ બુદ્ધિમાન પુરૂષોને જાણવાબહારનથી. જે કે સંસ્કૃત, પ્રાકૃત, પાલી અને પૈશાચી વિગેરે ઘણું ભાષાઓમાં લખાયેલા પ્રાચીન અર્વાચીન અનેક પ્રકારના સાહિત્યગ્રંથો ઉપલબ્ધ થાય છે. તેમાં અતિશય પ્રાચીન કિવા પ્રાચીનતમ કઈ ભાષા સમજવી ! એનો નિર્ણય કરવો બહુજ અશકય છે.કિવા તેમાં અનેક પ્રકારના મતભેદ રહેલા છે. કેટલાક સંસ્કૃતિને પ્રાચીનતમ માને છે તો કેટલાક પ્રાકૃતને અને કેટલાક પાલીભાષાને એમ મતભેદ રહેલા છે. વળી પિટગ્રંથના નામથી પ્રસિદ્ધ એવા “અન્નમનિ’ આદિક બૌદ્ધોનાં મુળ ધર્મશાસ્ત્ર તેમજ તેમના અંગભૂત સૌગાએ રચેલા સંખ્યાબંધ બીજા વ્યાકરણ ન્યાયઆદિક વિવિધ પ્રકારના ગ્રંથોનું “પાલી ભાષાના નામથી પ્રસિદ્ધપણું છે. તેમજ પ્રાચીન વ્યવહાર પણ પાલી ભાષાનો ચાલ્યો આવ્યો છે. છતાંપણ જે પ્રાકૃત ભાષાની સાથે તેનો મુકાબલે કરવા ધારીએ છીએ તો માગધી, શૌરસેની અને પૈશાચી વિગેરે ભાષાઓની માફક પાલી ભાષામાં પણ કંઈ વાસ્તવિક ભેદ જોવામાં આવતો નથી. વસ્તુતઃ દેશ, કાલ અને વક્તા આદિક સામગ્રીના ભેદને લીધે કંઈક ભેદ જોવામાં આવે છે. માગધી શારસેની આદિકની અપેક્ષાએ પ્રાકૃતભાષા જેમ નામાંતર ધારણ કરે છે તેમ પાલીભાષા પણ નામ માત્રથી ભિન્નપણું વહન કરે છે. કારણકે શ્રીમાન મહાવીરસ્વામી અને બુદ્ધદેવનો સમાન દેશકાલમાં પ્રાદુર્ભાવ થયેલો છે. તે તેમની ભાષામાં સર્વથા ભેદ સંભવ નથી. વળી જે ભેદ માનીએ
For Private And Personal Use Only