________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૦
સુરસુંદરીચરિત્ર.
પૂર્ણ પુણ્યના ઉદયથી પમાય છે. માટે જો તે મરણુપણુ હાલમાં થાય તે હું ધૃતા થાઉં, એમ કહી તેણીએ પોતાને દેહ નીચેમુખે પાશના આધારે એકદમ લટકતા મૂલ્યેા. તે જોઈ એકદમ હું ત્યાં ગયા, અને તેણીને પાશ મ્હેં ઝડપથી છેદી નાખ્યા. પછી તેને મ્હારા ખેાળામાં લઇને મ્હે ધીમે સ્વરે કહ્યું કે; હૈ સુતનુ ? સુરાસુરેદ્રના પરાજય કરનાર કામદેવ ત્હારી ઉપર પ્રસન થયા છે. હવે ત્હારે કાઇ પ્રકારની ચિંતા કરવી નહીં. કારણ કે;-હારી ઉપર કામદેવની અસાધારણ કૃપા થઇ છે, જેથી તેણે ત્હારા હૃદયવલ્લભ તેજ પુરૂષ આ જન્મમાંજ હુંને મેળવી આપ્યું છે. માટે હવે તું નિ:શંક થઈ ગાઢ પ્રેમથી મ્હારા કંઠનું આલિંગન કર; ? હારી ઉપર આ પ્રિયજન બહુ ઉત્કંઠિત થયા છે. આ પ્રમાણે મ્હારૂં વચન સાંભળીને તે માલા લજ્જાવડે નીચું મુખકરી ઉભી રહી; ત્યારબાદ ચિત્રગતિ પણ ત્યાંઆગળ આવ્યે. બાદ હું તે માલાને કહ્યુ કે, હું સુરિ ? આ મ્હારા અનન્ય મિત્ર છે. હે સુતનુ ? ત્હાર! વિયેાગને લીધે જ્યારે હું અસહ્ય દુ:ખમાં આવી પડયો હતા; ત્યારે હું આત્મવધ કરવાને તૈયાર થયે! હતા; તેવારે નિષ્કારણ પાપકારી અને ધૈર્યવાન એવા આ મહાત્માએ મ્હને આત્મઘાતથી બચાવ્યે હતા. ત્હારા સમાગમના આ ઉપાય કરાવનાર પણ આ પુરૂષજ છે. એના કહેવાથી અમે અહીં આવ્યા છીએ; અને એની સહાયથી આ મ્હારૂં ઈચ્છિત કાર્ય સિદ્ધ થશે. માટે હે સુતનુ ? હવે તુ કન્યાના સ્વભાવને સુલભ એવા ભયનેા ત્યાગ કરીને ત્હારાં પેાતાનાં સર્વ વસ્ત્ર એને જલદી તું આપી દે. હું મૃગાક્ષી? જે વસ્ત્ર અને અલંકારાવડે ત્હારા રૂપને ધા
For Private And Personal Use Only