________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર.
અર્થ–“કેઈની પણ લાગણું દુખાય નહીં તેમજ શત્રુતાને સંબંધ પણ કઈ સમયે જોવામાં આવે નહીં; વિગેરે અનેક ફાયદાઓ જેમાં રહેલા છે તેવા વિનય વડે દરેક માનવ ગુણવાનું થાય છે. જ્યારે ગુણવાનું થાય છે ત્યારે તેને જોઈ લોકો બહુજ ખુશી થાય છે, તેમજ સેંકડો લોકેની પ્રસંનતા મેળવેલા તે પુરૂષને અનેક પ્રકારની સહાય મળવી બહુ સુલભ થાય છે, અને તે સહાયવાન પુરૂષને અનેક પ્રકારની સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. જેથી ઉભય લેકમાં વિનયવાન પુરૂષને કોઈ પણ અનર્થનો ભય રહેતો નથી.” ત્યારબાદશ્રી કેવલીભગવાને સજલ મેઘની ગનાને
પરાજય કરતી અને ગંભીર એવી મધુર પ્રભંજન વાણુ વડે તે સભાની અંદર ધર્મદેશમુનિદેશના. નાને પ્રારંભ કર્યો. બાલહસ્તીના કર્ણ
સમાન લક્ષ્મી બહુ ચંચલ છે. મનુષ્યના આયુષ્યની અનિત્યતા હમેશાં સર્વને અનુભવાય છે. તેમજ પ્રાણુનું યોવન પણ જરરૂપી રાક્ષસીથી એકદમ નષ્ટ કરાય છે, વળી કેટલાએક પ્રાણીઓનું યવન રોગ અને શેક વડે જ વિલય પામે છે. તેમજ ઈષ્ટનો વિયોગ અને અનિષ્ટની પ્રાપ્તિ સંબંધી અનેક દુ:ખ વડે ઘણા ખરા લોકોનું યૌવન ચાલ્યું જાય છે. વળી જેની સીમા બહું જ થોડી છે છતાં ચંચલ અને રેગ, શેક, જરા તેમજ વ્યાધિ જેમાં વિષ્ય ભૂત રહેલા છે એવા વૈવનમાં જીવોને પ્રતિબંધ કેટલો દંડ થયે છે! હેભવ્ય પ્રાણુઓ? તુચ્છ એવા વિષયો ને ઉપભોગ કરવાથી ફુગતિનાં અનેક દુઃખ પ્રાપ્ત થાય
For Private And Personal Use Only