________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચમપરિચ્છેદ
૧પ૭ तैलस्य बिन्दुरिव वारिणि वार्यमाण
मेतत् त्रयं प्रसरतीति किमत्र चित्रम् ॥ १॥
અર્થ–જેના શ્રવણમાત્રથી આશ્ચર્યને પ્રગટ કરનારી વાર્તા, પ્રગટ ચમત્કારજનકવિશુદ્ધ એવી વિદ્યા, તેમજ અપૂર્વ એ કસ્તૂરીને સુગંધ એ ત્રણે વસ્તુઓ, જલની અંદર નાખેલા તેલના બિંદુની માફક રોકવાથી પણ સર્વત્ર પ્રસરી જાય છે. એમાં શું આશ્ચર્ય છે? વસ્તુતઃ કંઈપણ નથી.” વિદ્યાના પ્રભાવથી કનકપ્રભ બહુ મદોન્મત્ત થઈ ગયે.
જેથી પોતાના વંશજેની મર્યાદા છોડીને કનકપ્રભુને પ્રવૃત્તિ કરવા લાગ્ય, લોકોમાં તેને અવિનય. અપકીર્તિરૂપપટ વાગવા લાગે, છતાં
તે તરફ તે બિલકુલ લક્ષ આપતો નથી. તેમજ તે વિવેક હીન થઈ અનાચારને મુખ્ય સ્થાને માનવા લાગ્યો. અન્યાય કરવાથી દુર્ગતિમાં પતન થાય છે. તેને વિચાર પણ તે સર્વથા ભૂલિ ગયે. પોતાનાથી મોટા અને પૂજ્ય સ્થાને મનાતા એવા ગુરૂઓના સત્કારને પણ વિસરી ગયે. તેમજ દાક્ષિણ્યપણાને સર્વથા તેણે ત્યાગ કર્યો, વિદ્યાના પ્રભાવથી રાજ્ય લક્ષમીને પોતાને સ્વાધીન કરવામાં તે બહુ લુબ્ધ થયા અને વિદ્યાના ગર્વથી બહુમદાંધ થઈ ગયે. એમ ઉત્તરોત્તર વેગમાં આવેલા તે કનકપ્રભે પિતાના મહેતા ભાઈ જવલનપ્રભની પાસેથી પોતાના પિતાએ આપેલું રાજ્ય ખુંચાઈ લીધું. ત્યારબાદ તેણે પોતાના પ્રચંડ પરાક્રમ વડે તે સમગ્ર રાજ્ય પિતાને સ્વાધીન કર્યું, તેમજ સામ, દામ, ભેદ અને દંડ વડે સમગ્ર વિદ્યાધરને પિતાને વશ
For Private And Personal Use Only