________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭.
ચતુર્યપરિચ્છેદ. પિતાની પુત્રીની સમસ્ત વાર્તા હેને કહી સંભળાવી. તે સાંભળી
અમિતગતિનું મુખારવિંદ એકદમ શ્યામ પડી ગયું, અને તે બોલ્યો કે, અરે? હારા ઉપર મહા દુઃખ આવી પડયું ?હવે આ દુઃખનો ઉદ્ધાર હારે કેવી રીતે કરે? તે સાંભળી ચિત્રમાલા બેલી. હે પ્રિયતમ ? આપનાં ઉપર દુ:ખ પડવાનું શું કારણ બન્યું છે? તે તો હમે હને કહે. ત્યારબાદ અમિતગતિ બાલ્યો. હે પ્રિયતમે? તે સાંભળવાની લ્હારી ઈચ્છા હોય તો તે સાંભળ, કેઈક રાજ કાને લીધે ગંગાવ નગરમાં શ્રી
ગંધવાહન રાજાની પાસે તે વખતે દુઃખનું કારણ હું ગયે હતું. રાજા કચેરીની અંદર
ગજ્યાસને બહુ આનન્દથી બેઠેલ હતું, ત્યાં જઈ વિનય પૂર્વક હું ઉચલાસને બેઠે. પરસ્પર અમ્હારું સંભાષણ થયા બાદ મહે તેમને રાજકાર્ય નિવેદન કર્યું, તેટલામાં હે સુંદરિ? ત્યાં દ્વારપાલ આવ્યો અને પ્રણામ કરી તેણે જણાવ્યું કે, હે મહારાજ ? આપના દર્શન માટે કઈક વિદ્યાધર કુમાર દ્વારમાં ઉભે છે. તરતજ રાજાએ આજ્ઞા કરી એટલે તે વિદ્યાધરે સભાની અંદર પ્રવેશ કર્યો, રાજાને પ્રણામ કરી તે કુમાર બે . હે દેવ ? વૈતાઢયગિરિમાં સુરવાહના નામે વિદ્યાધરને
અધિપતિ છે, જે સકલ વિદ્યાઓમાં સુરવાહન સિદ્ધ થયેલો છે, સુર, અસુર અને મુનીન્દ્ર. મનુષ્યલોમાં તે પ્રખ્યાત છે અને.
સમસ્ત વિદ્યાધરેમાં તે ચક્રવતી છે
For Private And Personal Use Only