________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુરૂષોએ ઉચ્ચારેલું જે વાક્ય તે શાબ્દજ્ઞાન (આગમજ્ઞાન) કહેવાય. તે આગમોક્તજ્ઞાન ગુર્નાદિકથી મેળવી શકાય છે. પૂર્વોક્ત ચારેપ્રકારના પ્રમાણુધારાએ તેમજ જેનામતની અપેક્ષાએ પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે બંધ અને મોક્ષનું સ્વરૂપ જાણશકાય છે. હવે દરેકતોનો વિચાર કરવા સાથે “આત્મા” એટલે શું ? તેનો પ્રથમ વિચાર કરવો જોઈએ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પાંચ વિષયગ્રાહક એવી ઇકિયોથી પણ તે આત્માને અગોચર કહેવામાં આવે છે. વળી તે આત્મા અનાદિઅનંત છે. આત્માની શક્તિ અપાર છે. પરંતુ જ્યાં સુધી તે - શારીરિક બંધનથી બંધાયેલો હોય છે ત્યાં સુધી દૈહિક સુખદુઃખોનો
અનુભવ કરે છે. એટલું જ નહીં પણ પ્રત્યક્ષ પ્રમાણુવડે નાના પ્રકારના વિચારાદિકમાં અનુસ્મૃત થઈ, શારીરિક જેજે ચેષ્ટાઓ થાય છે તે સર્વને કારણભૂત તે આત્મા થઈ પડે છે. તેમજ વિચાર, સ્મરણ, બુદ્ધિ, કે જ્ઞાનવડે વિચારઆદિ સ્વરૂપે તે પ્રગટ થાય છે. સંસારના સ્વભાવિક નિયમાનુસાર જન્માંતરીય પુણ્ય કિંવા પાપના ફલરૂપ કર્મને ભોગવતો આત્મા હર્ષ કે શેક, સુખ કિવા દુઃખ, શાંતિ અથવા અશાંતિ, આનંદ અથવા ઉદ્વેગ, ભય અથવા ધર્મ વિગેરે શીતોષ્ણાદિક ઠંદ્રનો અનુભવ કરતો હતો ચારેગતિમાં વારંવાર ગમનાગમન કર્યા કરે છે. આત્મા પોતેજ વોપાર્જન યોગ્યાયોગ્ય કર્મોવડે સંસારને વધારે છે. આત્મા જ પિતે પિતાનો મિત્ર અને શત્રુ બને છે. જેમકે –
उद्धरेदात्मनाऽऽत्मानं, नात्मानमवसादयेत् । आत्मैव ह्यात्मनो बन्धु-रात्मैव रिपुरात्मनः ॥२॥
અર્થ–આત્મજ્ઞાનવડે આત્માનો ઉદ્ધાર કરવો, અજ્ઞાનદશામાં દોરાઈને સર્વથા આત્માનો અધઃપાત કરે નહીં. કારણકે આત્માનો બંધુ પણ આત્મા જ છે અને તેને શત્રુપણ અજ્ઞાનને લીધે તે પોતે જ થાય છે. માટે દરેક મનુષ્યોએ અજ્ઞાનને ભૂલવું અને જ્ઞાનમાં લક્ષરાખતાં શીખવું. વળી અજ્ઞાનીજી મહેકરી સંસારમાં મન, વચન અને કાયા વડે લુબ્ધ થવાથી કર્મબંધનમાં આવી પડે છે. પરંતુ મોહથી મુક્ત
For Private And Personal Use Only