________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પર)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. જોઈ તેને પરિજન પણ વિનયપૂર્વક નમસ્કાર કરી નીચે બેઠે. ત્યારબાદ મુનિએ ધર્મલાભ આપી ધર્મદેશના પ્રારંભ કર્યો. હે ભવ્ય પ્રાણીઓ ! ઘાસ ચારાથી જીવન ચલાવતા એવા અનાથ પ્રાણીઓને સંહાર કરવામાં શું પરાક્રમ ગણાય ? તેમજ વૃદ્ધ અને પાંગળાઓને વધ કરવાથી કોણે જ્ય મેળ
? એકનો પ્રાણ હણવામાં આવે છે અને તેને મારનારો ખુશી થાય છે, એ વાત સત્ય છે, કારણ કે દરિદ્ધિ માણસ ગેરસ માટે ગાયને મારે છે. વળી મેહથી અંધ બનેલા અને કણ ઢીંચણ વિગેરે મમ સ્થાનમાં ત્રણના દુ:ખથી પીડાતા પાપી જને આ ભવમાં જ શીત, ઉષ્ણ, સુધા, તૃષાદિક અનેક કલેશે સહન કરે છે. સર્વ પાપી પુરૂષોને પ્રાણી વધનું પાપ નરકનું મુખ્ય કારણ થાય છે. તેમજ માંસ ભક્ષણ પણ ચંડાલની આજીવિકા છે. દરેક જીને પોતાનું જીવિત સદા કાળ પ્રિય હોય છે અને મરણ અનિષ્ટ હોય છે એ વાત સિદ્ધ થાય છે. શાસ્ત્રમાં પણ કહ્યું છે કે
अमेध्यमध्ये कीटस्य, सुरेंद्रस्य सुरालये ।
समाना जीविताकांक्षा, समं मृत्युभयं द्वयोः ।। અર્થ–“વિષ્કામાં રહેલા કીડાને તેમજ સ્વર્ગમાં વાસ કરતા સુરેંદ્રને જીવવાની આશા સરખી હોય છે અને મરણ ભય પણ બન્નેને સરખેજ હોય છે. વળી દુર્વચન, ગાળ, પ્રહાર, પરાજય, ઠગાઈ, અને મૃત્યુ જેમ પોતાને અપ્રિય લાગે છે તેમ બીજાઓને પણ અપ્રિય લાગે તે વાત સત્ય છે. જે વસ્તુ જેને ઈષ્ટ હોય તે વસ્તુ તેને આપવી, જેથી તે પરભવમાં આપનારને પ્રાપ્ત થાય છે. જેવું દાન આ ભવમાં આપવામાં આવે છે તેવું પરભવમાં મળે છે. એક તરફ જીવિત અને એક તરફ ચક્રવર્તી રાજ્ય, એ બન્નેમાંથી એકને વિનાશ થવાનો પ્રસંગ આવે તો તે પ્રસંગે સર્વ જીવને પિતાનું
For Private And Personal Use Only