________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાનને પડહ વજડાવે છે ને પાંચ દિવસમાં મુદ્રિકા આવી જવા પ્રજાને સૂચવે છે નહી તે પછી ચોરને દેહાંત દંડને ભય બતાવે છે. અહિ દેવયાને પૂછતાં ના કહેતાં–તપાસ થાય છે. ધનદેવ દેવયશની પેટીમાંથી મુદ્રિકા કાઢી બતાવે છે. પણ સાથે સાથે નવકાર મંત્રનું ફળ અને પરિગ્રહનું પ્રમાણપત્ર પણ નીકળે છે. રાજા દેવયશને વધસ્તંભ પર મોકલે છે. ધનદેવ રાજી થાય છે, રાજાને આદેશ તો સત્યજ છે. “ખુદ રાજાને પુત્ર હશે તો તેને પણ દેહાંત દંડની શિક્ષા કરવામાં આવશે !” આ પડહમાં રાજાની ન્યાયવૃત્તિ જણાય છે. વળી પાંચ દિવસમાં જડેલી વસ્તુ પાછી આપી જનારને અભયદાન દેવાની રાજાની વૃત્તિને નીતિ પણ ઉત્તમ ગણાય. દેવયશને રાજા જ્યારે મુદ્રિકા માટે પુછે છે ત્યારે તે તે સ્પષ્ટ જણાવે છે કે, “આ લોક અને પરલોકમાં ત્રીજા વૃત ભંગથી ઉત્પન થયેલાં નરકાદિદુઃખનાં કારણભૂત પાપો ભેગવવાં પડે તેની શી ગતિ થાય ?” “પ્રાણ ત્યાગ થાય તો પણ આ ચેરીનું કામ તે હું ન જ કરૂં ?” દેવયશના આ શબ્દો ખરેખર એક ઉત્તમ પુરૂષને શોભે તેવાજ છે. ધર્મપરની અદભુત પ્રતીતિ-અને સત્ય પ્રતિજ્ઞાપાલનમાં ઉત્કટ આત્મબળ-છતાં નિડરતા ? અદભુત જણાય છે. દેવયશની પેટીમાંથી મુદ્રિકા નીકળે છે ત્યારે રાજા બોલે છે; “અમૃતમાંથી વિષ ઉત્પન્ન થયું ” હા! સપુરૂષોને આ શબ્દો જ અતિ ભયંકર શિક્ષા સમાન છે. દેવયશ માત્ર એટલું જ કહે છે “આ સર્વ દૈવનું કર્તવ્ય છે.” વાહ વૈર્ય ને પૂર્વકર્મમાં અચળશ્રદ્ધા ! - સ્ત્રી એ પુરૂષની અર્ધાગના-સુખ દુઃખની ભાગીદાર છે. દેવયશ પર આવેલ કષ્ટ જાણું તેની સ્ત્રી રુકિમણું મૂચ્છિત થાય છે ને પરિજનના શિપચારથી સહજ શાંતિ મળતા એટલાજ શબ્દો બોલે છે:–“રે! પાપિષ્ટ દેવ! આવા ધાર્મિક પુરૂષના દેહ પર તું પ્રહાર કરતા કેમ અટકતો નથી ?” પિતાના પતિના ચારિત્ર પર કેટલે વિશ્વાસને શ્રદ્ધા ? હવે “રૂકિમણિ” “હવે ખેદ કરવાથી શું ? ” એમ જાણી “જે કરવાનું તે કરૂં” એવા નિશ્ચય પૂર્વક શુદ્ધ થઈ પૌષધશાળામાં જઈ હૃદયમાં શાસન દેવીનું સ્મરણ કરી, નાસિકાના અગ્રભાગ પર-દષ્ટિ રાખી, કાયોત્સર્ગ કરે છે. એટલે પંચ પરમેષ્ઠિના ધ્યાનના પ્રભાવે શાસન દેવી પ્રકટ થાય છે ને ધીરજ આપે
For Private And Personal Use Only