________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વથા ત્યાગ કરે-આ સ્થલાદત્તદાન વિરમણ વૃત્ત ઉપર પ્રભુ દેવ યશનું દ્રષ્ટાંત આપે છે —
હર્ષપૂર નગર હજર આમ્રવૃક્ષથી વિભૂષિત હતું. અત્યારના શુદ્ર બગિચાઓ સાથે પૂર્વકાલીન સહસામ્રવન સરખાવતાં તે સમયમાં વૃક્ષોનું કેટલું પરિશીલન થતું હશે ? મેઘવૃષ્ટિ વૃક્ષોની વિપૂલતા પર અવલંબે છે એમ કહેવાય છે તેથી મેઘને અભાવ તત્સમયમાં ઓછો સંભવે છે તે સત્ય છે. મુનિસમાન નયસાર રાજા” આ શબ્દોજ ભૂતકાળના નૃપતિઓની ધર્મવૃત્તિ, ન્યાયપરાયણતા અને વિશુદ્ધતા સૂચવે છે. નવસાર ન્યાયના સમસ્ત સારને જ્ઞાતા ! કેવું અર્થભાવપૂર્ણ સુન્દર નામાભિધાન? શીલગુણમાં શિરોમણિ સમાન સુરસુન્દરી રાણી પણ આદર્શપાત્ર છે. ધનાઢય શ્રેષ્ટિની પત્ની પણ બહુ દયાળુ” વર્ણવી છે. દેવયશ શ્રેષ્ઠિપુત્ર ! જીનરાજ ભગવાનના વચનોમાં દ્રઢ શ્રદ્ધાળુ, વિવેક નેત્રોથી વિભૂષિત ! ગુણ રત્નોને મહાનિધિ એ ! તેની સ્ત્રી પ્રેમરસનું કુલભવન, જૈન મતની ઉત્તમ ભાવનાવાળી શ્રેષ્ઠ શ્રાવિકા ! દેવયશ શ્રાવક પણ બાર પ્રકારનો શ્રાવક ધર્મ પાળ, દરેક પર્વ દિવસે પૌષધ પ્રતિમાનો અભ્યાસ કરનાર ને વિશુદ્ધાચારથી લેકમાં પ્રસિદ્ધ, શુદ્ધ વ્યાપારથી વિપૂલ દ્રવ્ય મેળવનાર ! આ કથાના આ આદર્શ પાત્રો તત્સમયની ધર્મભાવના પૂર્ણ ઉત્તમ ચારિત્ર, પરમ પ્રેમ પરબ્રહ્મનાં આરાધન કરનાર-ત્રતધારી અને ન્યાયોપાર્જીત-દ્રવ્ય ઉપાર્જન કરી સુખપૂર્વક જીવન જીવનાર જણાય છે. આજના છળ પ્રપંચથી યેન કેન પ્રકારેણ જીવન ગાળનાર આપણે કેટલાક બંધુ ભગિનીઓને માટે ઉત્તમ બોધદાયક આ પાત્રો ખરેખર છે.
એકદા દેવયશ જીનમંદિરે દર્શનાર્થે જતાં રાજમુદ્રિકા માર્ગમાં જણાતાં સર્પના ભયથી માર્ગને ત્યાગે તેમ તે માર્ગ બદલી અન્ય માર્ગે ગયો. લેભવિવજિત-
નિવાર્થ–પાપભીરુ પુરૂષો સર્વથા અદત્તવસ્તુથી વેગળા નાસી પિતાનાં વૃત ને શીલ સાચવે છે. દેવયશનું આ વર્તન નિઃસંશય પ્રેક્ષણીય એવં આદરણયજ ગણાય. તેને કુટિલમિત્ર ધનદેવ પિતરાઈ ભાઈ થતો હાઈ–દેવયશના તેજ દ્વેષથી તેને આફતમાં લાવવા તે મુદ્રિકા લઈ ભોળા દેવયશને ત્યાં જમી–રહી તે મુદ્રિકા દેશયશની પેટીમાં સંતાડી રાજાને જાહેર કરે છે. રાજા તો તે મુદ્રિક શોધ અભય
For Private And Personal Use Only