________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગરચંદ્ર કથા.
(૪૧)
સાથે એને જીવતે મૂકુ છું. દેવસેન શ્રેણીએ તે વાત કબુલ કરી. જેથી મંત્રીએ તે પ્રમાણે સર્વ વ્યવસ્થા કરી વરૂણને બંધનમાંથી મુક્ત કર્યો. ત્યારબાદ દુઠબંધન વડે જેનાં અંગ નમી ગયાં છે એ વરૂણ બહુ દુઃખી થઈ પિતાને ઘેર ગયે. અને તીવ્ર વેદનાથી ત્રીજે દીવસે મરણ પામે. અંત સમયમાં આ ધ્યાન કરવાથી મરણ પામીને તે ભૂંડની નિમાં ઉત્પન્ન થયા બાદ અનંતભવ ભ્રમણ કરી છેવટે અનંતસ્થાન (મોક્ષ) ને પણ પ્રાપ્ત કરશે. દેવસેન શેઠ પોતે સમ્યક પ્રકારે શ્રાવક ધર્મ પાળી અંત સમયમાં અનશન પૂર્વક મરણ પામી સૈધર્મ દેવલોકમાં ઉત્તમ દેવ થયા. इति तृतियाणुव्रते चतुर्थातिचारविपाके वरुणकथा समाप्ता.
सागरचंद्रश्रेष्ठीनी कथा.
પંચમ તસ્મૃતિરૂપદ્રવ્યક્ષેપોતિચાર. દાનવિર્ય રાજા બે, હે દીનબંધ! હવે ત્રીજા અણુવ્રતમાં
પાંચમા અતિચારનું સ્વરૂપ સંભળાવે, સાગરચંદ્ર શ્રી સુપાર્શ્વ પ્રભુ બેલ્યા, હે રાજન !
જે પુરૂષ સારી વસ્તુની અંદર તેવીજ જાતની ખરાબ વસ્તુ મિશ્ર કરી વેચે છે. તે માણસ સાગરચંદ્રની માફક આ લેકમાં તેમજ પરલેકમાં બહુ દુઃખી થાય છે.
વૃષભ-શ્રેષ્ઠ પુરૂષ (દેવે) એ આશ્રય કરેલું, સનંદિ પંડિત (નંદિ નામે બલીવદં) સહિત. ઉત્તમ ભૂતિ સમૃદ્ધિ (ભમ) વડે ધવલગ્રહ એટલે હવેલીઓ અથવા ધવલહર–ઉજવલ છે શંકર જેને વિષે એવા કૈલાસ પર્વતના શિખર સમાન નંદિપુર નામે નગર છે.
For Private And Personal Use Only