________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. ऊदयन श्रेष्ठीनी कथा.
તૃતીય વિરૂદ્ધરાજ્યાતિમાતિચાર. દાનવિર્ય રાજાએ પ્રશ્ન કર્યો, હે ભગવન ! ત્રીજા અતીચારનું
સ્વરૂપ સંભળાવો અને તેનું સેવન કરવાથી ત્રીજો અતીચાર, કઈ ગતિ થાય છે ? તે પણ આપ કૃપા કરી
કહો. શ્રી સુપાર્શ્વ પ્રભુ બોલ્યા, હે રાજન ! જે પુરૂષ પોતાના રાજ્યથી વિરૂદ્ધ રાજ્યમાં વેપાર કરે છે, તે ઉદયનની માફક ત્રીજા વ્રતને ત્રીજે અતિચાર કરવાથી ધન અને શરીરને નાશ કરે છે. જેમકે–અનેક મુનિઓના ચરણાર વિંદથી બહુ પવિત્ર તેમજ અનેક વિદ્વાનેથી વિભૂષિત જે નગર માત્ર સાત મુનિ (રૂષિ) એથી સેવાયેલું અને એક જેમાં બુધ રહેલે છે એવા આકાશને હસે છે તેવું શિવભદ્ર નામે નગર આ ભરતક્ષેત્રમાં તિલક સમાન શોભે છે. તેની અંદર ઉત્તમ સુવર્ણ વડે યુક્ત સુરન (જન) (સારાં રત્ન-સજજનો) થી સેવા, સવંદન (શ્રેષ્ઠ નંદનવન–ઉત્તમ પુત્ર) વડે સુશોભિત મેગિરિ સમાન સ્થિર પ્રકૃતિવાળો રત્નાકર નામે એકી છે. તેમજ સ્થિર છે યૌવન જેનું, સુવર્ણ સમાન કાંતિ છે જેની, મિષત્મિષ રહિત છે દષ્ટિ જેની અને બહુ વિબુધજન (દેવ વિદ્વાને) માં માન પામેલી દેવાંગના સમાન સુંદરી નામે તેની સ્ત્રી છે. સગુણ (શકુન) ગુણવાનુ-પક્ષિઓએ કરી છે, સેવા જેની એવા ગરૂડ સમાન ઉત્તમનીતિવાળે અને સર્વ કલાઓમાં બહુદક્ષ તેમજ વિનયવાનું રાજપાલ નામે તેઓને એક પુત્ર છે. તેમજ કનકધ્વજ શેઠને પુત્ર ઉદયન નામે તેને મિત્ર છે. બન્ને મિત્રો નદી, સરોવર અને ઉદ્યાનાદિકમાં કીડાઓ કરે છે.
For Private And Personal Use Only