________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
ધનદેવ ત્યાં જઈ વિશેષ તપાસ કરવા લાગ્યો. ત્યાં સ્વચ્છ વાદળથી આચ્છાદિત, તેજસ્વી સૂર્યના બિંબ સમાન કંતિમય અને ધુળથી દબાએલી, રાજાની મુદ્રિકા તેના જોવામાં આવી કે તરતજ આડું અવળું જોઈ કેઈન દેખે તેવી રીતે મુદ્રિકા લઈ પિતાના વસ્ત્રના છેડે બાંધી દીધી. પછી તે દેવયશની પાછળ ચા અને જૈનમંદિરમાં ગયે. ત્યાં દેવયશની સાથે ભગવાનની પૂજા કરી, ચૈત્ય વંદનાદિક વિધિ સમાપ્ત કરી ત્યાંથી નિવૃત્ત થઈ, દૈવયશની સાથે તેને ઘેર ગયે. ભેજન પણ તેની સાથે કર્યું અને રાત્રિએ શયન પણ ત્યાં જ કર્યું. જ્યારે ઘરનાં સર્વ માણસે ઉંધી ગયાં ત્યારે ધનદેવે વિચાર કર્યો કે, આને ઉચ્છેદ કરવાનો આ સમય ઠીક આવ્યા છે. એમ જાણે કઈ પણ ન જાણી શકે તેવી રીતે ચામડાના સાંધા તેડી તેની પેટીની અંદર તે મુદ્રિકા મૂકી દીધી. હવે રાજાએ પિતાના મકાનમાં આવી સર્વ અલંકારે
ઉતાર્યા એટલે મુદ્રિકા તેના જેવામાં આવી મુદ્રિકાને તપાસ નહીં. તેથી તેણે જાણ્યું કે જરૂર માર્ગમાં
મુદ્રિકા પડી ગઈ. એમ જાણી તે વાત તેણે પિતાના સેવકને કરી. તેણે પણ માર્ગમાં આવતા જતા માણસોને પૂછી બહુ ઉપાય સાથે રાજમાર્ગમાં બહુ શોધ કરા, તેમજ ધૂળધોયા લોકોની પાસે સર્વ રેતી જોવરાવી, પરંતુ મુદ્રિકાને પત્તો લાગે નહીં. એટલે તે વાત તેણે નરેંદ્રને જણાવી. તેથી રાજાએ પણ સર્વ નગરમાં પટહ ઘોષણું કરાવી કે જેને રાજમુદ્રિક જડી હોય તેણે પાંચ દિવસની અંદર આપી જવી. અને તે મુદ્રિકા આપનારને હું અભયદાન આપું છું. છતાં ત્યારબાદ જે તે ચાર પકડવામાં આવશે તો તે ખુદ રાજાને પુત્ર હશે તે પણ તેને દેહાંત શિક્ષા કરવામાં આવશે. આ પ્રમાણે ઘોષણા સાંભળી દેવયશે ધનદેવને બોલાવી કહ્યું કે હે મિત્રો તે વખતે હૈ
For Private And Personal Use Only