________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મલયચંદ્રની કથા.
(૪૩૧) વિસ્તારપૂર્વક કહે. મુનીંદ્ર બેલ્યા, ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટસંલેખના લેખનાનું પ્રમાણ બાર વર્ષનું છે. તેમાં
પ્રથમ ચાર વર્ષ સુધી છઠ્ઠ અઠ્ઠમાદિક તપશ્ચર્યા કરવી અને ધૃતાદિક વિકૃતિઓ વડે પારણું કરવું. પછી બીજા ચાર વર્ષ સુધી પ્રથમની માફક તપશ્ચર્યા કરવી; પરંતુ પારણુમાં વૃતાદિક વિગચાને ત્યાગ કર. નવમા અને દશમા વર્ષે એકાંતર કરવા અને પારણના દિવસે આંબેલ કરવું. પછી અગીયારમા વર્ષે પ્રથમ છ માસ સુધી મધ્યમ તાપ કરવું અને પરિમિત (ઉદરી) આંબેલથી પારાણું કરવું. બાકીના છ માસમાં અઠ્ઠમ આદિ તપશ્ચર્યા કરવી અને પારણના દિવસે ઈચ્છા પ્રમાણે આંબલ કરવું. ત્યારબાદ બારમા વર્ષમાં આંબેલ કરવાં, પરંતુ છેલ્લા ચાર માસમાં તેલથી એકાંતરે કેગળા કરવા. કારણકે મુખ પવનથી સુકાઈ જાય નહીં. “બારમા વર્ષમાં હમેશાં આંબેલ કરવાં તેમાં પ્રતિદિવસે ભજનના કેળીયા ઓછા કરતાં કરતાં એક કવલ સુધી આવવું. પછી તે કવલમાંથી કણીયાઓ ઓછા કરતાં કરતાં છેવટે એક કણીયા સુધી આવવું. જેથી દીવામાં રહેલા તેલ તથા દિવેટને જેમ સમકાલે નાશ થાય છે તેમ શરીર તથા આયુષ્યનો સમકાલે નાશ થાય. વળી તે બારમા વર્ષના છેલ્લા ચાર માસ બાકી રહે ત્યારે એકાંતરે તેલના કેગળા ભરી ઘણીવાર મુખમાં રાખી રાખમાં નાખી દેવા. ત્યારબાદ મુખશુદ્ધિ માટે ઉના પાણીના કેગળા કરવા. કારણકે એમ કરવામાં ન આવે તે મુખ લખું પડીને બીડાઈ જાય તેથી નવકાર મંત્રને ઉચ્ચાર થઈ શકે નહિ.” આ પ્રમાણે ઉત્કૃષ્ટ સંલેખના કહી છે. જઘન્ય સંલેખના છ માસની કહી છે. હવે તે બન્ને સંલેખ
.. નાઓમાં પાંચ અતિચાર કહ્યા છે. જેમકેજઘન્યસંલેખના. ના
• આલેક, પરલોક, જીવિત, મરણ અને
For Private And Personal Use Only