________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૦)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. વિષ નાખવાથી શું લાભ થ ! એ પ્રમાણે પ્રચંડ દુઃખમય વચનેને વારંવાર ઉચ્ચારતી બંધુમતી છાતી કૂટીને ઈર્ષાથી મરણ પામી. જેથી આર્તધ્યાનને લીધે આ બિચારી અહીં મૃગલી થઈ છે. માટે લ્હારૂં નામ સાંભળવાથી એને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. એ પ્રમાણે મૃગલીને પૂર્વભવ સાંભળી રાજા છે,
મુનીંદ્ર ! આપનું વચન સત્ય છે; પરંતુ સમ્યકત્વસ્વરૂપ, આ બાબતમાં હને જે પાપ લાગ્યું તેની
શુદ્ધિને માટે ઉપાય બતાવે. મુનીંદ્ર બોલ્યા, જૈનધર્મ સિવાય બીજે કેઈ ઉપાય નથી. મહાસેન રાજા બોલ્યા, ભગવાન ! જૈનધર્મને ને ઉપદેશ આપે. મુનિ બેલ્યા, યતિ અને શ્રાવકના ભેદથી જૈનધર્મ બે પ્રકારનું છે. તેમાં ક્ષમાદિ ગુણેએ કરી યતિધર્મ દશ પ્રકાર છે અને ગૃહસ્થ ધર્મ સમ્ય. કવાદિ બાર પ્રકારને નંદ્ર ભગવાને કહ્યો છે. વળી જીવાદિ પદાર્થોની શ્રદ્ધારૂપ એક પ્રકારનું સમ્યકત્વ કહ્યું છે. તેમજ દ્રવ્ય અને ભાવ તથા નિશ્ચય અને વ્યવહારથી તે સમ્યકત્વ બે ભેદે જાણવું. વળી અધિગમ, નિસર્ગરૂપ તે પુગલ પરિણામથી ત્રણ પ્રકારનું કહ્યું છે અથવા ક્ષાયિક, ક્ષાપશમિક અને ઔ પથમિક તેમજ કારક, રેચક અને દીપક એમ ત્રણ પ્રકારે પણ કહ્યું છે. તેમાં સાસ્વાદન ઉમેરવાથી ચાર ભેદ અને વેદક ઉમેરવાથી પાંચ પ્રકારનું જાણવું. કારણકે પ્રજ્ઞાપનાસૂત્રમાં નૈસર્ગાદિ તેના દશ ભેદ કહ્યા છે. જેમકે–નિસર્ગ, ઉપદેશ, આજ્ઞા, સૂત્ર, બીજ, અભિગમ, વિસ્તાર, કિયા, સંક્ષેપ અને ધર્મચિ. એ પ્રમાણે વિસ્તારથી સમ્યકત્વના ભેદ કહ્યા બાદ સંલેખના પર્યત ગૃહિધર્મ કહ્યો.
ત્યારબાદ રાજાએ પ્રશ્ન કર્યો કે, મુનીં! સંલેખનાનું સ્વરૂપ
For Private And Personal Use Only