________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૬)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. યતિ અને ગ્રહી એમ બે પ્રકારનો છે. તેમાં યતિ ધર્મના દશ ભેદ છે. અને શ્રાવક ધર્મ બાર પ્રકાર છે. અનુક્રમે બન્ને મોક્ષ સુખ આપનાર થાય છે. એ પ્રમાણે ધર્મદેશના સાંભળી સૂરિ પાસે કેટલાકે યતિધર્મ સ્વીકાર્યો, અને કેટલાક જનોએ શ્રાવક ધર્મ લીધે, વળી વિશેષમાં સ્થવિરાએ અતિથિદાનને નિયમ લીધે. ત્યારબાદ વૃદ્ધા વંદન કરી પોતાને ઘેર ગઈ. ભેજન સમયે
રસોઈ તૈયાર કરી મુનિઓની વાટ જોઈ કપટવૃત્તિ. બેઠી હતી, તેવામાં ત્યાં મુનિઓ પધાર્યા.
વૃદ્ધાએ પ્રેમપૂર્વક અશનાદિક આહાર વહેરાવી તેમને વિદાય કર્યા. અન્યદા કેઈક ધનવંતને ત્યાં મહેસવ ચાલતું હતું, જેથી તે વૃદ્ધા તેને ત્યાં કામકાજ કરવા. જતી હતી. તેથી હેને કમોદના ચખા, દુધ, ઘી વિગેરે ઉત્તમ સામગ્રી મળી હતી. તે સર્વ પિતાને ત્યાં લાવીને તેણીએ દુધપાક બનાવ્યું. તેવામાં તેને ત્યાં માસક્ષમણના પારણના સમયે એક મહા તપસ્વી આવ્યા. વૃદ્ધાએ પણ કંઇક વાલ, શાક વિગેરે સાધારણ વસ્તુઓ વહેરાવીને કપટભાવથી કહ્યું કે, હે મુનીં! શું કરું? આ દુધપાક પારકો છે, નહીં તે હું તમને હેરાવત! મહારાં અભાગિણુનાં તેવાં પુણ્ય ક્યાંથી હોય? કે, મુનિ પારણે મહારે ઘેર પરમાન્ન હોય! પરંતુ આ ભાતનું પાણી પ્રાસુક છે, માટે જે આપને ખપે તે ગ્રહણ કરે. કારણ કે, તે મહારૂં છે. મુનિએ પણ અવસર જાણ તે ઓસામણ હાર્યું. પછી મુનિ ત્યાંથી સંતુષ્ટ થઈ ચાલ્યા ગયા. ત્યારબાદ વૃદ્ધા પણ સમગ્ર દુધપાક કંઠ સુધી જમી ગઈ, અને રાત્રીના છેલ્લા ભાગમાં સમ્યકત્વ સહિત તેનું તેને વમન થયું, જેથી તત્કાલ મરી ગઈ
For Private And Personal Use Only