________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર, 1. અર્થ–“પ્રાણી માત્રનો જન્મ જરૂર મરણ માટેજ થાય છે, તેમજ બંધુ વર્ગ દુઃખને માટે અને ધન સંપત્તિ અસંતોષને માટે થાય છે. વળી આ દુનીયામાં કઈ પણ એ પદાર્થ નથી કે જે દુ:ખદાયક ન હોય ! એમ જાણતાં છતાં પણ લેકે અજ્ઞા નતાથી તેને છેડતા નથી. તેમજ આ દેહ બહુ વિથી ઘેરાયેલે છે. વળી સ્વાભાવિક ચંચલ એવી લક્ષમી પણ કુટિલ છે, મહાન વિષય રોગમય દેખાય છે, સ્ત્રીઓ નાગિણી સમાન દુખ દાયક છે, તેમજ ગૃહકાર્ય બહુ કલેશદાયક છે. નેહી વર્ગનું સુખ પણ બહુ અસ્થિર છે. અને સ્વચ્છંદચારી યમરૂપી મોટો વરી ઝુકી રહ્યો છે છતાં પણ આત્મહિત કાર્ય ન કર્યું.” કારણકે દિવ્રતના કલંકરૂપી વૃક્ષનું પુષરૂપી દુ:ખ અહીંજ મહને પ્રાપ્ત થયું. વળી જન્માંતરમાં કુગતિ પામીને અનેક દુઃખરૂપી અતિચારનું ફુલ હારે ભેગવવું પડશે. ઈત્યાદિક ભાવનામાં દિવસ વ્યતીત કરી રાત્રીએ તે કૃણ પોતાને ઘેર ગયે. પરંતુ દાહજવર ભરાઈ જવાથી ત્રીજે દિવસે મરણ પામી જ્યોતિષિક દેવમાં ઉત્પન્ન થયે, ત્યાંથી ચ્યવને ત્રીજે ભવે સર્વ કર્મનો ક્ષય કરી મેક્ષ સુખ પામશે. વિક્રમસેન કુમાર પણ અનુક્રમે નિર્મલ ચારિત્ર પાળી કેવળજ્ઞાન ઉત્પન્ન કરી વિશુદ્ધ થઈ સિદ્ધ પદ પામ્યું. इति द्वितीयशिक्षाबतचतुर्थातिचारविपाके कृष्णकथानकं
સમાસ | सोमश्रेष्ठीनी कथा.
પંચમપુલક્ષેપોતિચાર. દાનવીર્ય રાજા બોલ્યા, હે ભગવન્! હવે બીજા શિક્ષાવ્રતમાં પાંચમા અતિચારનું લક્ષણ દષ્ટાંત સહિત અમને સમજાવે. શ્રી
For Private And Personal Use Only