________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫૪)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર દિક બાર પ્રકારનો શ્રાવક ધર્મ અંગીકાર શ્રાવકધર્મ. કર્યો. અને તે પ્રમાણે નિરંતર પોતે પાળવા
લાગેતેમજ બીજા શિક્ષાવ્રતમાં વિશેષ કરી દેશાવકાશિકનો નિયમ લીધે. એક દિવસ તેણે એ નિયમ લીધે કે, આજે કઈ પણ કાર્ય માટે મહારે દિવસની અંદર પિતાના ઘરમાંથી બહાર જવું નહીં. તેવામાં રાજાએ મંત્રીની પાસે પોતાનો પ્રતીહાર મોકલ્યા. તે પ્રસંગે મંત્રી પોતાના રાજાના શત્રુના પ્રધાન પુરૂષને ખુંખારો કરીને બોલાવી, તેની સાથે એકાંતમાં બેસી કંઈક વાતચિત કરતા હતા, તે બાબત મંત્રીના ઘેર જતાં પ્રતીહારના જોવામાં આવી, એટલે તરતજ તે શંકિત થઈ રાજાની પાસે આવ્યું. અને બન્નેની મસલત તેને કહી દીધી. તે સાંભળી રાજા બહુ ક્રોધાતુર થઈ ગયે અને પ્રતીહારને હુકમ કર્યો કે, મંત્રીને અવળા હાથે બાંધીને જલદી હારી પાસે લાવે. તત્કાલ તેઓએ પણ હુકમ પ્રમાણે મંત્રીને દાખલ કર્યો. રાજા બે, મંત્રી!હજુ પણ તું ઠેષ બુદ્ધિને છેડતે નથી ?
હારા શત્રુને તું શા માટે માન આપે છે? મંત્રીની કદથના. હે ક્ષમા માગીને હારો સત્કાર કર્યો તેમ
છતાં પણ તું તો અકૃત્યમાં પડે. અને પિતાની ઈચ્છા પ્રમાણે તું વતે છે. માટે હવે હુને કેવી રીતે રાખવો? વળી હુને સાધર્મિક જાણી હું હારા પ્રાણ તો નથી લેતે. પરંતુ માત્ર હારા દેશને ત્યાગ કરી તું ચાલ્યો જા. કારણ કે સ્વામી વિરૂદ્ધ કાર્ય કરવાથી હારા પ્રાણે પોતાની મેળે જ ચાલ્યા જશે. આ પ્રમાણે બેસવાથી નરેંદ્રની માતા મદનશ્રી પણ મંત્રી નું બંધનાદિક દુઃખ સાંભળી રૂદન કરતી ત્યાં આવી અને બોલી કે, હે વત્સ ! સદાકાલ પરમ ઉપકારી એવા આ મંત્રીની કદર્થના દુર્જનોના કહેવાથી તું શા માટે કરે છે? વળી હાલમાં આ
For Private And Personal Use Only