________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩ર)
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર. સહિત ત્યાં આવ્યો. અને મારો, મારો, મારે, એમ બહુ રોષથી બેલતા હાથી, ઘેડા અને રથમાં બેઠેલા કટિ સુભટોએ ચારે તરફથી ઉદ્યાનને ઘેરી લીધે. વળી બક્તર પહેરી સજજ થયેલ વિક્રમ રાજા કેટલાક સુભટેને સાથે લઈ ઉદ્યાનની વચ્ચે ગયે. કુમાર અને દેવાદિકથી પરિવારિત કેવલી ભગવાનને જોઈ રાજા બોલ્યા, હે વત્સ ? તે દુરાચારી સુભટ ક્યાં ગયે ? એમ ક્રોધાય માન થઈ રાજા છે. તેટલામાં કુમાર બેલી ઉો, એને તિરસ્કાર કરશો નહીં કારણકે દુર્વચન બોલનાર તે સુભટદેવ મહારો પરમ ઉપકાર થયો છે. એમ કહી કુમારે પોતાનો પૂર્વભવ કહ્યો. તે સાંભળી રાજા બહુ ખુશી થયે. અને સૂરિને વંદન કર્યા બાદ દેવની ક્ષમા માગી. ત્યારબાદ વિક્રમ રાજા સમ્યકત્વાદિ જી. મેંદ્ર ધર્મ સાંભળવા બેઠો. પછી શ્રદ્ધાવડે વિશુદ્ધ છે હૃદય જેનું એવા વિકમ રાજાએ શંખકુમાર સાથે પાપના ભયથી ભય પામીને બાર પ્રકારને ગૃહીધર્મ અંગીકાર કર્યો પછી દેવ પણ રાજા અને કુમારની ક્ષમા માગી મુનીંદ્રને વંદન કરી પોતાના સ્થાનમાં ગયે. રાજા અને કુમાર પણ કેવલી ભગવાનને પ્રણામ કરી પોતાને ઘેર ગયા. બન્ને જણ વિધિ પ્રમાણે નિરંતર ધર્મ સેવન કરે છે. વળી શંખકુમાર દેશવકાશિક વ્રતમાં વિશેષ પ્રકારે ઉઘુક્ત થયે. એક દિવસ કુમારે અર્ધરાત્રીના સમયે બહુ સંકુચિત દિગ
વ્રત ગ્રહણ કર્યું કે, હવેથી સૂર્યોદય સુધી દેશાવકાશિક મહારે વાસભવનમાથી બહાર નીકળવું વ્રત, નહી તેમજ ચાર પ્રકારના આહારનો ત્યાગ
અને ત્રિી શય્યાને સ્પર્શ પણ હું કરીશ નહીં. એ પ્રમાણે તેણે નિયમ કર્યો. હવે દેવસભામાં ઇંદ્ર મહારાજે પ્રશંસા કરી કે દેશાવકાશિકત્રતથી શંખકુમારને ચલાયમાન કરવા માટે દેવતાઓ પણ સમર્થ નથી. એ પ્રમાણે સુરેન્દ્રનું
For Private And Personal Use Only