________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦૦)
શ્રીસુપાશ્વનાથચરિત્ર. પાંચ પ્રકારનું છે. વળી જીવાદિક સર્વ પદાર્થોનું જે શ્રદ્ધા ન કરવું તે સમ્યકત્વ કહેવાય. તેમજ અહંતદેવ અને ઉત્તમ સાધુઓને જ ગુરૂ જાણવા. વળી તે સમ્યકત્વ ક્ષાયિક, ક્ષાપથમિક અને ઔપષમિક એમ ત્રણ પ્રકારે કહ્યું છે. અથવા કારક, રેચક અને દીપક એમ તે ત્રણ પ્રકારનું છે. વળી સામાયિકાદિ ભેદવડે ચારિત્ર પણ પાંચ પ્રકારનું કહ્યું છે. આ પ્રમાણે કિંચિત્ વિસ્તાર પૂર્વક ભાવ માર્ગ પણ કહો છે. જેવી રીતે અમને તમે સિદ્ધો દ્રવ્યમાર્ગ બતાવ્યો તે પ્રમાણે અમાએ પણ તહને ભાવ માર્ગ બતાવ્યું. હવે તહાર બતાવેલા માર્ગે અમે તે જઈશું પરંતુ જો તમારી ઈચ્છા હોય તો તમે પણ અહારા કહેલા ભાવમાગે પ્રવૃત્તિ કરવા પ્રયત્ન કરજો. પછી વિસઢ બેલ્યા, હે મુનીંદ્ર! સંપૂર્ણ ભાવ માગે ચાલવા અમે અશક્ત છીએ એ માટે કૃપા કરી દેશથકી પણ ભાવમાર્ગનું સ્વરૂપ બતાવે. મુનિએ સમ્યકત્વ તેમજ સ્થલપ્રાણાતિપાત વિરતિ વિગેરે બાર પ્રકારે ગૃહિધર્મનું સ્વરૂપ સવિસ્તર કર્યું. વિસઢ અને નિષઢ બન્ને જણે બુદ્ધિપૂર્વક સમજીને વિધિપૂર્વક શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. ત્યારબાદ બન્ને મુનિવરે તેમના બતાવેલા માર્ગે ચાલતા થયા. અને વિસઢ તથા નિષઢ પણ મુનિઓને નમસ્કાર કરી જ્યાં પિતાને જવાનું હતું ત્યાં ગયા. પછી કેટલાક દિવસ ત્યાં રહી ઈચ્છા મુજબ લાભ મેળવીને પોતાના નગરમાં તે બને જણ પાછા આવ્યા અને વિધિપૂર્વક સમ્યકત્વાદિ ગૃહીધર્મની સમ્યક પ્રકારે આરાધના કરવા લાગ્યા. સામાયિક વ્રતમાં બેઠેલો શ્રાવક પણ મુનિ સમાન ગણાય
છે. એમ સાંભળીને તેઓ સામાયિકમાં સામાયિકમાં વિશેષ ઉદ્યમ કરવા લાગ્યા. સામાયિક શથિલતા. ધારક પુરૂષના જેમ જેમ શુદ્ધ પરિણામ
થાય તેમ તેમ અનેક ભવનાં સંચિત કર્મ
For Private And Personal Use Only