________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૦)
શ્રી સુપાર્શ્વનાથગરિ, લાવીને રાજ્યાભિષેક કરે. ત્યારબાદ યક્ષે પણ નાગદત્તના કહા પ્રમાણે સર્વ કાર્ય પૂર્ણ કર્યું. રાજ્યાભિષેક થયા બાદ નાગદત્ત રાજાએ સભ્યજન સમક્ષ
નવીન રાજાને શિખામણ આપી કે, નીતિરાજાનેઉપદેશ. પરાયણ થઈ જે સજજનેનું પાલન, ને
નિગ્રહ, તેમજ દીન, અનાથ, સાધુ અને સ્વજન વર્ગનું પોષણ કરે છે તે આ લોકમાં યથાર્થ રાજા ગણાય છે. વળી રાજાએ પોતાના એશઆરામથી સંતુષ્ટ ન થવું જોઈએ, તેમજ પ્રમાદ પણ સેવ નહીં, વળી જે રાજાઓની દષ્ટિ સમક્ષ લેકે દુઃખી થાય છે તેઓના જીવિત, લક્ષમી કે રાજ્યવડે શું ? અર્થાત્ નિષ્ફલ છે. એ પ્રમાણે નવીન રાજાને ઉપદેશ આપી નગરયક્ષને નાગદત્તે કહ્યું હવે તું જૈન ધર્મનું આરાધન કર, યક્ષ બે હે રાજન્ ! કૃપા કરી મહને તે ધર્મને ઉપદેશ આપે. રાજ બલ્ય, દરેક પ્રાણુઓએ જીવ માત્રને આત્મ સમાન માનવા. તેમાં પણ દુખી પ્રાણીઓને વિશેષ કરી સંભાળવા. વળી વિવેકી પુરૂષે આ બાબત વિશેષ જાણવી જોઈએ. ત્યારબાદ રાજાએ તેને દેવ, ધર્મ અને તત્વ સંબંધી ઉપદેશ બહુ વિસ્તાર પૂર્વક આપે. સર્વ ઉપદેશને સ્વીકાર કરી યક્ષ બેલ્યા, હે રાજન ! પૃથ્વીમાં ભુષણ સમાન આપના સરખા મહાપ્રભાવિક પવિત્ર પુરૂષોનું માત્ર દર્શન પણ શુભદાયક થાય છે. તેમજ સત્પરૂને સમાગમ અને સંભાષણ તો વિશેષ પ્રકારે સુખદાયક થાય તેમાં શું આશ્ચર્ય છે ? પછી નાગદત્ત રાજાએ નાગરિક લોકોને સ્થિર કરી કપદી ચક્ષ વિગેરેને વિદાય કર્યા અને પોતે પોતાના કાર્ય માટે આગળ ચાલવાની તૈયારી કરી ત્યારે નગરયક્ષ બલ્ય, હે સ્વામિન્ ! જેની ઉપર આપની ચઢાઈ છે તે રાજાને હું પોતે જ બાંધી અહીં લાવું છું. માટે આપને
For Private And Personal Use Only