________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્મવણિફનીકથા.
(૨૫૭) વયની એક સ્ત્રીને બોલાવી. રાજાના અલંકાર પહેરાવ્યા તેમજ યુક્તિપૂર્વક શિખામણ આપીને તેને નગરની બહાર ઉદ્યાનમાં રાખી. ત્યારબાદ રાજાને સમાચાર આપ્યા કે આજે દેવીને બેલાવવા માટે ઈદ્ર પાસે એક પુરૂષ મોકલ્યો છે તે કાલે આવશે. બીજે દિવસે તે પુરૂષ રાજા પાસે જઈને બે હે રાજન ! આપને વધામણી આપું છું કે મહારાણી ઉદ્યાનમાં પધાર્યા છે. તે સાંભળી રાજા બહુ ખુશી થયો અને પિતાના શરીર ધારણું કરેલાં આભૂષણે વર્ધાપકને આપી દીધાં. પછી હેટા આડંબર સાથે પરિજન સહિત રાજા તેના હામે ગયે. દેવીને જે રાજાનું હૃદય હર્ષથી ભરાઈ ગયું. અને બે હે મંત્રી ! અદ્ભુત રૂપની શોભાવડે દેવીને સ્વર્ગવાસ સત્ય થયે. પ્રથમ તો દેવીની આકૃતિ શ્યામ હતી, તેમજ કાન વિકરાલ, દાંત લાંબા અને વિષમ હતા, વળી મહેટા ઓઠ અને નાક ચીપટું હતું. પરંતુ હાલમાં તે સુંદર રૂપવતી દેખાય છે. મંત્રીઓ બેલ્યા, રાજાધિરાજ? આમાં કઈ પ્રકારની બ્રાંતિ કરવી નહીં. સ્વર્ગમાં હમેશાં અમૃત રસનું ભજન કરવાથી આ દેવી આવા રૂપવાળી થઈ છે. તેમજ પ્રસન્ન થયેલા સુરાધિપે દેવીનાં દરેક અંગ પણ સુંદર બનાવ્યાં છે. હે મહારાજ? વળી આપના આગ્રહને લીધે દેવીને અહીં એકલી છે. ત્યારબાદ રાજા પ્રસન્ન થઈ પોતાના ગજેંદ્રના અર્ધાસન ઉપર તે દેવીને બેસારી ભારે ઠાઠથી પિતાના મંદિરમાં આવ્યું. અને તે કમળશ્રી સાથે બહુ પ્રેમને લીધે સોદિત વિષય ભેગ ભોગવે છે. તેમજ સ્વર્ગ સંબંધી વાર્તાઓ તેને પુછે છે. કમળશ્રી પણ મંત્રીના શિક્ષણ પ્રમાણે પ્રત્યુત્તર સારી રીતે આપે છે. અને સમય વ્યતીત કરે છે. માટે, હે ભવ્ય પ્રાણીઓ ? વિષય રાગને સર્વથા ત્યાગ કરે.
૧૭.
For Private And Personal Use Only