________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૨)
બીસુપાર્શ્વનાથચરિત્ર. કરેલા વચનને અનાદર કરે તે માત્ર મહિને જ પ્રભાવ છે એમ હું માનું છું. અને તેમ કરવાથી તે આ લોક અને પરલેકમાં અતુલ દુઃખ પ્રાપ્ત થશે. વળી સશુરૂની આજ્ઞાને ભંગ કરવાથી ભવિષ્યમાં બધિ પણ દુર્લભ થશે. એમ મહારૂં મંતવ્ય છે. એ પ્રમાણે અનેક યુકિતથી બહુ ઉપદેશ આપે પરંતુ દારૂણ કર્મને લીધે તેણુએ તે વચન માન્ય કર્યું નહીં. “ અહે મેહમહિમા કે દારૂણ છે?” એમ જાણું એ ભૂપતિએ તિરસ્કારપૂર્વક તેનો ત્યાગ કર્યો. ત્યારથી તે વિલાસવતી પણ બહુજ કંદાદિકનું ભજન કરવા લાગી. તેથી રોગ પણ વધારે વ્યાપી ગયે. અંદર અને બહારથી અંધ બની ગઈ. ત્યારબાદ તે અનેક દુઃખ અનુભવી અસમાધિથી મરણ પામી વ્યંતર યોનિમાં ઉત્પન્ન થઈ ! ત્યાંથી નીકળી પુન: બહુકાળ ભવ ભ્રમણ કરી અનુકમે કર્મને ક્ષય કરી ક્ષે જશે. કનકશ્રીએ પણ બીજું ગુણવ્રત લીધેલું હતું છતાં વિલાસ
વતીના સંસર્ગને લીધે તેમાં તે શિથીલ કનકી બની ગઈ અને સચિત્તને નિયમ કરેલ છે
તે પણ ઘણું પાકેલાં આમ્રફળ અચિત્ત ગણાય એમ માની સચિત ભજન કરવા લાગી. તે જોઈ રાજાએ તેને કહ્યું, હે સુંદરી ! અંજલિમાં રહેલા જલબિંદુ સમાન આયુષ ક્ષીણ થાય છે. તે શું તું નથી જાણતી ? તેમ હે મૃગાક્ષિ ! લક્ષમીનું સુખ વિરસ, પરિણામે દારૂણ દુ:ખદાયક અને અનંત ભવ ભ્રમણમાં કારણભૂત થાય છે. તે શું તું નથી દેખતી ? વળી જે પ્રાણી નિયમ લઈ પ્રમાદવડે તેને નાશ કરે છે તે મનુષ્ય તુચ્છ વિષયેના ભાગ માટે કેટી ધનને બદલે કૅડી ખરીદે છે. જેમ કિંચિત્ માત્ર ખાધેલું હલાહલવિષ મરણુદાયક થાય છે તેમ થોડો પણ નિયમને કરેલ ભંગ પ્રાણુઓને મહા દુ:ખ
For Private And Personal Use Only