________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭૮ )
શ્રીસુપાર્શ્વનાથચરિત્ર.
શું મ્હારા મિત્રના ગામા ઉપર ઉપદ્રવ કરવા દઉં ખરા ? હવે હું તે ઠાકારાના એટલા દંડ કરૂ છું કે એમને જે દેશ વ્હે આપેલા છે તે દેશ આજથી હું તમને આપું છું. હાલ તમે ક્ષમા કરી અને તેઓના જે દેશ હાય તે તમેજ જલદી કબજે કરા. વળી બીજું કંઇપણ મ્હારે લાયક કાય હાય તા ફરમાવા, એમ કહી તેણે વિક્રમખલ રાજા માટે ભેટ આપી અને સુ ંદરના અહુ સત્કાર કરી વિદાય કર્યાં. ત્યારબાદ સુંદર ત્યાંથી નીકળી અનુક્રમે પેાતાના અધિપતિ પાસે ગયા અને નમસ્કાર કરી સર્વ વૃત્તાંત તેમને નિવેદન કરી તે પોતાને ઘેર ગયા.
યશશ્ર્વ'દ્ર નામે શિવભદ્રના ચાથા પુત્રને ચતુરંગ સેનાહિત સિંધુ દેશના રાજા ઉપર માકવ્યા હતા. યશશ્ચંદ્ર. તે દેશમાં ગયા પછી તેને વિચાર થયા કે સદ્ગુરૂ પાસે મ્હેં જે દિગ્વિરમાણુ લીધુ છે, તેના મ્હેં બીલકુલ વિચાર કર્યાં નહીં, મહા ! હું બહુ પ્રમાદી થયા, રાજ્યલક્ષ્મીના મદમાં મ્હને કંઈપણ વિચાર આવ્યા નહીં, તેમજ સદ્દગુરૂના ઉપદેશ પણ હું ભૂલી ગયેા. અહા ! મ્હે સર્વસ્વ ગુમાવ્યું. એમ તે પશ્ચાત્તાપ કરતા હતા તેવામાં ટુરિક લેાકેા તેની પાસે આવી કહેવા લાગ્યા કે હાલમાં આ દેશના રાજા અહીંયાંથી નાસવાની તૈયારી કરે છે. માટે જો તમે જલદી પ્રયાણ કરી ત્યાં આવા તે ચિરકાળ ભાગવેલી તેની સપ્તાંગ લક્ષ્મી આપને સ્વાધીન થાય. પછી તેજ વખતે યશશ્ચંદ્રે પ્રયાણ માટે નિશાન ડકા વગડાવ્યા. પેાતાની સાથે કેટલુંક ખળવાન સૈન્ય લઇ રાત્રોના પ્રથમ પ્રહરે ત્યાંથી તે નીકળ્યેા. અને બહુ દેશ ઉદ્ભ’ધન કરી ત્યાં ગયા. સિંધુ દેશના રાજા પણ યશશ્ચંદ્ર ને આવતા જાણી જીવ લઈ ત્યાંથી નાશી ગયા. તેથી તેનુ સ સ્વધન તેણે પોતાને સ્વાધીન કર્યું, ત્યારબાદ ત્યાં આગળ
For Private And Personal Use Only