________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ )
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. સમાન વેષ ધારણ કરી કેઈ ન જાણે તેવી રીતે કુમારના આનુચર તરીકે નિરંતર સેવામાં હાજર રહે છે. અનુક્રમે તે કુમાર કોશલપુરમાં ગયે. નગરની નજીકમાં એક સરોવર હતું. તેના કાંઠા ઉપર સ્વચ્છ હવામાં વિશ્રાંતિ માટે કુમાર બેઠે હતું તેવામાં સુંદર વિનિવડે મને હર વાજીંત્રોને નાદ તેના સાંભળવામાં આવે. વિમલે ત્યાં આવતાં કેઈક નગરવાસીને પૂછ્યું, ભાઈ? અહીં કોઈ મહત્સવ છે? કે જેથી આ વાગે વાગી રહ્યાં છે. પુરૂષ બે, આ નગરને અધિપતિ રણધવળ નામે રાજા છે, તેને કુરુમતિ નામે પુત્રી છે. તે રાજાને પોતાના પ્રાણથી પણ અધિક પ્રિય છે. પરંતુ તે કુર્મતિ પુરૂષ ષિણ છે. અર્થાત્ કઈ પણ વર તેની ધ્યાનમાં આવતા નથી. તેથી તેના પિતાએ કુલદેવીની આરાધના કરી, જેથી કુલદેવી પ્રગટ થઈ બેલી કે પદ હસ્તી ઉપર કુમારીને બેસારીને તે હાથી છુટે મૂકો અને તે હાથી પિતાની શુંઢવડે જેને વરમાળા પહેરાવે તેજ કુમારીને વર જાણ, તેમજ કુમારી પણ તે પુરૂષ ઉપર બહુ પ્રેમવાળી થશે. આ પ્રમાણે દેવીનું વચન સાંભળી રાજાએ તે પ્રમાણે હાથી શણગારી છુટ મૂક્યો છે, અને તેની આગળ વાછ વાગે છે. હસ્તી પતે માલી વાડામાં જઈ સુંઢ ઉપર પુષ્પમાળા ધારણ કરીને નરેંદ્ર, માંડલિક, સામંત અને સેનાપતિ મંત્રી સહિત નગરની અંદર ફરવા નીકળે છે. એમ કહી તે પુરૂષ મન રહ્યો તેટલામાંજ તે પટ્ટ હસ્તી ત્યાં આવ્યું અને વિમલ મંત્રીના જોવામાં આવ્યો. જેમ ગંડસ્થલોમાંથી નિર્મળ મદ જળ ઝરતું હતું, તેમજ તેના સુગંધથી એકઠા થએલા ભમરાઓના ગુંજારવવડે દિશાઓને વાચલિત કરતા તે પટ્ટ હસ્તીને જોઈ મંત્રીએ કુમારને જાગ્રત્ કર્યો. તેટલામાં તે હસ્તી કુમારની પાસે આવી ગયા. અને શુંઢમાં ધારણ કરેલી પુષ્પમાળા કુમારના કંઢમાં પહેરાવી.
For Private And Personal Use Only