________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર.
----
-
-
--
-
છે. માટે જરૂર આ કઈ દેવાંગના હોવી જોઈએ, અથવા આ વિતર્ક મહારે શામાટે કરવું જોઈએ ! ભલે ગમે તે હોય પરંતુ પ્રથમ તેને આવકાર તે આપવો જોઈએ” એમ નિશ્ચય કરી રાજા સાચ્ચાને ત્યાગ કરી તેની સન્મુખ હાથ જોડી ઉભો રહ્યો. ત્યારબાદ વિસ્તાર પામતી દંત કાંતિથી ચારે તરફ પ્રકાશ આપતે રાજા બેલ્ય. “સુંદરાંગી ! આપના જન્મવર્ડ કઈ જાતિ શેાભાવી છે? આપનું કયું નામ લેકવદનને આનંદ આપી રહ્યું છે ! તેમજ ચરણસ્પર્શથી આ સ્થાન પવિત્ર કરવાનું શું કારણ તે કહો.”
આ પ્રમાણે બહુ પ્રેમપૂર્વક નરેંદ્રનાં વચન સાંભળી પ્રમુદિત થઈ તે બોલી–નૃપરત્ન ! જે આ બાબત સાંભળવાની હારી ઈચ્છા હોય તો ક્ષણમાત્ર સાવધાન થા, જેથી હાલજ હારા પ્રશ્નનો સવિસ્તર ઉત્તર આપું છું એમ કહીને તે બોલી. ચંદ્રકાંત મણિરત્નોથી જડેલા કિલ્લાની શોભાને લીધે
સ્વર્ગ સંપત્તિને તિરસ્કાર કરતું, તેમજ સંગ્રામચૂર રાજા. સરલ, બુદ્ધિશાળી અને ધનવાન પુરૂષો
જેમાં નિરંતર વાસ કરે છે એવું કનસાર નામે નગર છે. પ્રચંડ પ્રતાપ રૂપ પ્રસરતી અગ્નિજવાળાઓથી ઉદ્ધત વેરીવંશને સદાકાલ દહન કરતે સંગ્રામર રાજા તેમાં રાજ્ય કરે છે. સમસ્ત સાભાગ્યાદિ ગુણોનું મુખ્ય સ્થાન તેમજ વિલાસ કરવામાં રતિ સમાન ચંદ્રલેખા નામે તે ભાય છે, પરસ્પર પ્રેમપાશથી બંધાએલાં હોવાથી તેઓ સઘળા દિવસે બહુ આનંદથી પ્રસાર કરતાં હતાં. એક વખત અનંગ ત્રયોદશીનાં દિવસે ચંદ્રલેખા પોતાના
- મહેલની અગાશીમાં સખીઓ સાથે ગમ્મત ચંદ્રલેખાને કરતી બેઠી હતી, તેટલામાં જેઓના કરીપશ્ચાત્તાપ, ભાગ પોતપોતાના પુત્ર પિત્રાદિ બાલકથી
For Private And Personal Use Only