________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફેલાવી પરીણામે મહાન ઉપકાર કરી શકે છે. તે વાત નિઃસંદેહ હેવાથી અનુક્રમે મને જ્યારે આ ગ્રંથ વાંચવાને પણ પ્રસંગ પ્રાપ્ત થયો. ત્યારે તેમાં ગુંથાએલી ક્રમવાર કથાઓની અલૌકીક રચના અને તેમાં છુપાએલ તાત્વીક બંધની ખુબી જતાં અસાધારણ ગૌરવનું પાત્રભૂત આ ચરિત્ર સમસ્ત પદ્યબંધ પ્રાકૃત પ્રબંધમાં સામ્રાજ્ય ભોગવે છે, તેમ જોઈને આ ઉપયોગી કથા પ્રબંધ બાળ કે વૃદ્ધ એવા સર્વ મુમુક્ષુઓને સર્વથા ઉપયોગી થઈ પડશે તેમ જાણતાં આ ગ્રંથને માતૃભાષામાં અનુવાદ કરવાની પ્રેરણા થઈ. અને વિક્રમ સં. ૧૯૭૪ ની સાલમાં ગુજરાતના પાટનગર–પાટમાં શ્રીસાગ ગચ્છના ઉપાશ્રયમાં આ ગ્રંથના અનુવાદને પ્રારંભ થયો. તે પ્રયાસની સાર્થકતાની પ્રતિકૃતિ આજે સુના જનોની આગળ મૂકવામાં આવે છે.
રસ પૂર્વક બંધ આપવામાં કથા, રાસા, નાટક, નાટિકા, ભાણુ, ચં, પ્રહસન અને ચરિત્ર તરીકે વાર્તાઓ પ્રાચીનકાળમાં પૂર્વાચાર્યોએ રચેલી છે. તેમજ જીવન ચરિત્ર પણ લખવાની પ્રથા પ્રાચીન કાળથી ચાલી આવે છે. જેના પ્રભાવથી અદ્યાપિ ઘણું પ્રાચીન કાળમાં થઈ ગયેલા પ્રાતઃસ્મરણય અનેક મહાત્માઓ તેમજ સુગ્રાહ્ય સ્ત્રી પુરૂષોનાં પવિત્ર ચરિત્રો નેત્ર દ્વારા હદયને આનંદ આપે છે. અર્થાત વિદ્યમાનતા ધરાવે છે. વળી ધર્મા ધર્મ સેવ્યાસેવ્ય, કાર્યકાર્ય લાભાલાભ, હેયાહય અને ગુણદોષાદિક કંકોનું સ્પષ્ટીકરણ કરવામાં તેમજ તેઓની દ્રઢતા પ્રતિપાદન કરવામાં સામાન્ય ઉપદેશ તથા સહેતુક યુક્તિઓ જે કાર્ય કરે છે. તે કરતાં શુભાશુભ કર્મ વિપાકને પ્રગટ કરનારાં દ્રષ્ટાંત કે ચરિત્ર અતીવ હિતસાધક થઈ પડે છે. એટલું જ નહીં પરંતુ આવાં રસિક દ્રષ્ટાંત કે ચરિત્રની અસર સચોટ અને શીઘ્રતાથી થઈ શકે છે.
પૂર્વાચાર્યોએ આવાં રચેલાં અનેક ચરિત્રમાં આ શ્રીમાન લક્ષ્મણગણિની કતિ રૂ૫ શ્રી સુપાર્શ્વન ચરિત્ર એક અદ્વિતીય જીવન ચરિત્રનો આદર્શ છે. વળી આ ચરિત્ર રચવાને મુખ્ય ઉદ્દેશ–હેતુ કિંવા પ્રયજન એ છે કે જીજ્ઞાસુ પ્રાણુઓ ધર્મ, અધર્મ, વ્રત, અદ્યત, પુણ્ય, અપુણ્ય, નીતિ, અનીતિ તેમજ શુભાશુભ કર્મજન્ય સુખ દુઃખની પરિણતિ સ્પષ્ટ રીતે સમજી શકે અને પાપ કર્મમાં રક્ત એવા દુર્જને મલિન વૃત્તિ તથા દુરા
For Private And Personal Use Only