________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૪)
શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર. અપરાધથી જે આ પ્રમાણે થાય તે સર્વ અનર્થને હેતુ હંજ ગણાઉ. માટે હારે મરવું તેજ ઉચિત છે. કારણકે એમ કરવાથી કુટુંબ સહિત આપનું આરોગ્યપણું થાય. તે સાંભળી મંત્રી બે, હે વત્સ! હારા મરણથી અમારું શું સારૂ થાય ! આ હારે વિચાર બહુ ક્ષુદ્ર છે. તેથી મહારા કહ્યા પ્રમાણે ત્યારે ચાલવું પુત્ર બલ્ય, હે તાત! આપના હુકમ પ્રમાણે વર્તવા હું તૈયાર છું. મંત્રી બલ્ય, જલ અને ફલથી ભરેલી આ પેટીની અંદર સાત દિવસ સુધી ત્યારે રહેવું અને ધર્મધ્યાન કરવું, જેથી આપણું કાર્ય સિદ્ધ થશે. આ પ્રમાણે પિતાની આજ્ઞા પ્રમાણે કરી પુત્ર બલ્ય, આટલી બધી દયાનું કંઈપણ પ્રયોજન નથી, કારણકે હારે જલ પણ પીવું નથી તે ફલાદિકની વ્યવસ્થા શા માટે કરે છે! આ પ્રમાણે પુત્રને ઉત્સાહ જાણું મંત્રીએ કેઈ ન જાણે તેવી રીતે પેટીમાં પુત્રને બેસાડી સીલ કરી ગાડામાં નાખીને રાજાને ત્યાં લઈ ગયે અને રાજાને કહ્યું કે હે રાજાધિરાજ! આ પેટીમાં સર્વ મારા ઘરનો સાર રહે છે. તેમજ રાજ્ય સંબંધી ભંડારનાં સર્વ મૂળ કારણે પણ આ પેટની અંદર રહેલા છે. તે સાંભળી રાજાએ શીલ કરેલી તે પેટી ખાસ પોતાના ઓરડામાં મૂકાવી અને તેની રક્ષા માટે ચોકીદારને હુકમ કર્યો કે આ પેટીની તમારે રાત્રી દિવસ બરાબર તપાસ રાખવી. ત્યારબાદ રાજાએ મંત્રીને પૂછયું કે આ આપત્તિને હું કંઈ ઉપાય કર્યો? મંત્રી બલ્ય, હેસ્વામિન્ ! ઉપાયની પેજના કરી છે, પરંતુ આપત્કાળ ગયા બાદ આપને તે જણવીશ. પરંતુ હાલતે સાત દિવસ સુધી ધર્મપરાયણ થઈ મહારા ઘરમાં જ મહારે રહેવાનું છે. રાજા બેલ્યો, બહુ સારૂં તેમ કરે. જેથી, આપણું આ વિપત્તિ દૂર થાય. ત્યારબાદ મંત્રી રાજાની આજ્ઞા લઈ પિતાને ઘેર ગયો અને સર્વ હિતકારી પોતાના સેવકને બોલાવીને કહ્યું કે લડાઈની સામગ્રી સહિત સાવધાન થઈ તહારે સાત
For Private And Personal Use Only