________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવનપતાકાની કથા.
(૩૨૯) મુહૂર્તમાં મહેટા ઉત્સવ સાથે તે બન્નેના પાણિગ્રહણ મહત્સવને મને રથ પૂર્ણ કર્યો. કીર્તિ સાગર કુમાર ભવન પતાકા સાથે સ્વર્ગવાસી દેવની
માફક પાંચ પ્રકારના ઉત્તમ ભોગને અનુભરાજપુરૂષનું વવા લાગ્યું. હવે ત્યાં એક દિવસ રથવીરપુર આગમન. નગરમાંથી પિતાના પૂજ્ય પિતાશ્રીરસેન
રાજાને રાજદ્વારી વરૂણ નામે સેવક બહુ પરિવાર સહિત આવ્યો. દ્વારપાળની સૂચનાથી તેણે કુમારના સ્થાનમાં પ્રવેશ કર્યો. યેગ્ય સત્કાર પૂર્વક તેણે કુમારને જણાવ્યું કે આપના પિતાશ્રીનું શરીર બહુ અસાધ્ય રોગો વડે પીડાએલું છે માટે આપ જલદી ત્યાં પધારો અને પિતાજીના પવિત્ર મુખકમળનું દર્શન કરી તમે કૃતાર્થ થાઓ. આ પ્રમાણે તેનું દુઃસહવચન સાંભળી કુમાર પોતાની સાથે તરતજ તે વરૂણને સિદ્ધરાજની પાસે લઈ ગયા. કુમારની આજ્ઞા લઈ તેણે પણ તેજ પ્રમાણે સર્વ હકીકત સજાને જણાવી. ત્યારબાદસિદ્ધરાજે હાથી, ઘોડા, રથ, પાયદળ અને મણિ રત્નાદિક અનેક પ્રકારની પહેરામણઓ આપીને ભવન પતાકા સહિત કીર્તિસાગર કુમારને પોતાના રાજ્ય તરફ વિદાય કર્યો. તેમજ યથાયોગ્ય સત્કાર કરી કુમારના સર્વે બંધુઓને પણ વિદાયગિરિ આપી. અખંડ પ્રયાણવડે કીર્તિ સાગર કુમાર રથવીરપુરમાં પહોંચી ગયો. ત્યારબાદ શૂરસેન રાજા પુત્રને રાજ્યકારભાર આપી સમાધિપૂર્વક કાળ કરી ઇંદ્ર સમાન દેવ થયા. હવે શ્રી કીર્તિ સાગર રાજા સજજનોના હૃદય રૂપી ચકાર પક્ષિએને આનંદ આપવામાં જાણે ચંદ્ર હેયને શું ? તેમ જેનશાસનને ઉદ્યત કરતે નીતિપૂર્વક નિર્દોષપણે રાજ્ય ચલાવવા લાગે.
વૈતાઢ્ય પર્વતમાંથી સુદંષ્ટ્ર નામે વિદ્યાધર વિમાનમાં બેસી
For Private And Personal Use Only