________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭૪)
શ્રી સુપાર્શ્વનાથચરિત્ર. આખરે વિજયચંદ્ર એ પ્રમાણે તેની ફેઈએ નામ પાડ્યું. શુકલ પક્ષના ચંદ્રસમાન કલાઓમાં તેમજ શરીરે તે કુમાર વધવા લાગે, અને થોડા સમયમાં જ અનુકમે સર્વ કલાઓને પાગામી થયે. એક દિવસ વિજયચંદ્ર કુમાર અશ્વ ખેલાવવા માટે બહાર નીકળ્યો. આગળ ચાલતાં ઉપવનમાં સ્થિર આસને બેઠેલા, તીવ્ર તપશ્ચર્યાને લીધે જેમનું શરીર બહુ કૃશ હતું, છતાં શરીરની આકૃતિ કામદેવને અનુસરતી હતી, તેમજ કામાદિક વૈરાઓના વિજેતા, ભવ્ય એવા પ્રાણીઓ રૂપી કુમુદ વનને પ્રફુલ્લ કરવામાં ચંદ્રસમાન અને ચાર જ્ઞાનના ધારણ કરનાર એવા મુનિચંદ્ર નામે મુનીંદ્રને તેણે જોયા. એટલે તરતજ તે કુમારે અશ્વ ઉપરથી નીચે ઉતરી મુનીન્દ્રને નમસ્કાર કર્યો, મુનિએ પણ ધર્મલાભ આપે, ત્યારબાદ કુમાર બલ્ય, મુનીંદ્ર? મરુસ્થલમાં પાંથજ નેને કમલ સરોવરની માફક મહને બહુ પુણ્ય ભેગે આપનાં દર્શન થયાં છે. માટે કૃપા કરી દેવ, ગુરૂ અને ધર્મતત્ત્વનું સ્વરૂપ મહને સમજાવે. હિમ સમાન ઉજ્વળ હાસ્યવડે શુદ્ધ એવા દાંતની પંક્તિવડે
વિભૂષિત છે મુખજેમનું એવા મુનિચંદ્રમુનિ તત્ત્વસ્વરૂપ, બેલ્યા, કુમાર? સાવધાન થઈ તું તત્ત્વસ્વરૂપ
સાંભળ. જેમના વચનમાં અઢાર દેને અભાવ હોય છે, જેઓ યુવતિઓના સુંદર કટાક્ષરૂપી તીવ્ર બાણેથી વિધાતા નથી, જેઓ રણસંગ્રામમાં ઉત્સાહપૂર્વક કોઈ પણ સમયે હસ્તમાં શસ્ત્ર ધારતા નથી, તેમજ જેમના દર્શન માત્રથી સેંકડે જન્મનાં પાપ નિવૃત્ત થાય છે, વળી જન્મ અને જરા રહિત, સંસાનાર ભયરૂપ દરિદ્રતાને દૂર ઈચ્છતા તેમજ શિવ માગે પ્રવૃત્ત થએલા એવા તે વીતરાગ ભગવાનને દેવ જાણવા અને તે ભગવાન સર્વદા તમ્હારૂં શરણ થાઓ. તેમજ જેઓને ધન, ધાન્ય વિગેરે સમૃદ્ધિએને બીલકુલ સંબંધ ન હોય, જેઓ જીવદયા વિગેરે
For Private And Personal Use Only